________________
૧૦]
[પાંડવ શસ્ત્રિ મહાકાવ્ય કર્યો. પ્રધુમને બધા વિદ્યાધરની ઓળખાણ કરાવી અને વિદ્યાધરેએ સમુદ્રવિજ્યને નમસ્કાર કર્યો. ઉગતા સૂર્યસમાન તેજસ્વી કૃષ્ણના કૌસ્તુભ રત્નને લજજા પમાડે તેવા અણમોલ રત્ન ભેટ આપ્યા. કૃણે તેમને વચન તથા ક્રિયા દ્વારા ઉચિત સત્કાર કર્યો. કિયાકુશળ કૃષ્ણ યુદ્ધમાં મરી ગએલાં પોતાના વીર સિનિકેનું પ્રેતકાર્ય કર્યું. બીજા લેકોએ પિતપોતાના સંબંધીઓના પ્રેતકાર્ય કર્યા. જીવયશાએ પણ કુલના ક્ષયને જોઈ પિતા તથા પતિને સાથે જ જલાંજલિ અર્પણ કરી.
- ત્યાર બાદ ઈન્દ્રસમાન કૃષ્ણ ભરતના ત્રણ ખંડ જીતવાને માટે પ્રસ્થાન કર્યું. કારણ કે વાસુદેવને આ પ્રમાણે કેમ હોય છે. વાસુદેવે ત્રણે ખંડના રાજાઓને જીતી લઈ પિતાના ખંડિઆ બનાવ્યા. વિજય યાત્રા કરતાં કરતાં વાસુદેવ કૃષ્ણ એક જન લાંબી, એક જન પહેાળી, એક જન જાડી એવી કોટીશિલા પાસે આવ્યા. કારણ કે તે શિલાથી વાસુદેવના બળની પરીક્ષા થાય છે. બધા રાજાઓની સામે વાસુદેવ કૃષ્ણ તે કેટીશિલાને ઉંચકી લીધી. ત્યાર બાદ જયજયનાદપૂર્વક દેએ અને વિદ્યાધરએ કૃષ્ણની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. છ મહિનામાં ત્રિખંડ ભૂમિ ઉપર વિજય મેળવીને બધા રાજાઓની સાથે કૃષ્ણ દ્વારિકા તરફ પ્રયાણ કર્યું. અનેક પ્રકારની ધ્વજા ફિરકાવતા કમાનેથી આજે દ્વારિકા શોભતી હતી. મંગળ વાદ્યો જગાએ જગાએ વાગી રહ્યા હતા. દરેક સ્થળે