________________
સર્ગઃ ૧૪] કુમાર એક બીજાને ભેટી પડયા. તે બન્નેની આંખે પરસ્પર મળી. બન્ને ભાઈઓએ યુદ્ધ સંબંધી વાત કરીને કૃષ્ણને ખુશ કર્યા. નેમિકુમારે સાથે લાવેલા રાજાઓને કૃષ્ણ પાસેથી અભયદાન અપાવ્યું.
વચમાંજ મહામંત્રીએ જરાસંઘના પુત્ર સહદેવને કૃષ્ણની પાસે લાવી મૂકે. કૃષ્ણ તેને મગધને નવો રાજા બનાવ્યું. અનાવૃષ્ટિએ યુદ્ધમાં ઘાયલ સુભટોની ચિકિત્સા કરી સમુદ્રવિજયની આજ્ઞાથી યુદ્ધમાં મરેલા સિનિકના આગ્નેયાસ્ત્રથી અનાષ્ટિએ અગ્નિસંસ્કાર કર્યા. કૃષ્ણ સહદેવ વિગેરે રાજાઓને વિદાય કરી કુલવૃદ્ધાથી મંગળ કરેલી શિબિરમાં પ્રવેશ કર્યો. તે વખતે પુત્રો, ભાઈઓ, પૌત્રોથી પરિવરેલા સમુદ્રવિજય અધિક શેભાયુક્ત દેખાતા હતા. યાદવે, બળદેવ, કૃષ્ણ અને નેમિકુમારને ઉત્તરોત્તર અધિક બળવાન માનવા લાગ્યા. અનુક્રમે માતાઓએ તેમને આશિર્વાદ આપ્યા. નેમિકુમારની આજ્ઞા લઈ ઇન્દ્રના રથને સારથિ સ્વર્ગલોકમાં ગયે. હર્ષથી રોમાંચિત બનેલા સારથિએ ઈન્દ્રને બધી વાત કરી.
એક દિવસ સમુદ્રવિજ્ય રાજા જ્યારે સભામાં બેઠેલા હતા તે વખતે યાદવોએ તુરી નામના વાજીંત્રને અવાજ સાંભળે. તે લોકોએ લાખો વિમાનને આકાશમાં જોયા. શાંબપ્રદ્યુમ્ન સહિત વસુદેવે વિમાનમાંથી ઉતરીને સમુદ્રવિજયને નમસ્કાર કર્યો. બળદેવ વિગેરે બધા રાજકુમારએ વસુદેવને નમસ્કાર કર્યા. શાંબ પ્રદ્યુમ્ન બીજા વૃદ્ધોને નમસ્કાર