________________
સર્ગ : ૧૩મે ] }
[૩૪૧ ક્ષમાને અંકુર છે? તમારી સામે જ શઓને ધારણ કરીને ઉભેલા ગુરૂ, પિતા, પુત્રની ઉપર નિઃશંક બનીને પ્રહાર કર એ તે ક્ષત્રિયને ધર્મ છે. જ્યાં સુધી પરાભવકારી ન બને ત્યાં સુધી જ ભાઈઓ પણ ભાઈઓ જ કહેવાય છે. પણ જ્યારે ભાઈએ પરાભવકારી બને ત્યારે તે તેમને શિરચ્છેદ કરે તે તે વીરપુરૂષનું કામ છે. જેમ અગ્નિ હાથનો સ્પર્શ કદાપિ કરી શકતી નથી. સિંહ શ્વાપદના અવાજને સહન કરી શકતો નથી. પીતરાઈ ભાઈ પણ જે શત્રુપક્ષમાં આવે તો તે પણ અવશ્ય મારવા રોગ્ય છે. તમારા જેવા સણર્થ ધનુર્ધારી હોવા છતાં પણ શત્રુ યુધિષ્ઠિરની રાજ્યલમીનું હરણ કરે છે. તે શું તમારા માટે લજાસ્પદ નથી ? માટે આપ કૃપા કરીને અંતરમાંથી દયાભાવ કાઢી નાખી ધનુષ્યને ધારણ કરી તમારા ભાઈને ફરીથી રાજ્ય અપાવવા માટે તમે સહાયભૂત થાઓ. વળી, બીજી વાત એ છે કે તેઓને વિનાશ તેમના કર્મોથી જ થવાનું છે. તમે તો ફક્ત નિમિત્ત જ બનવાના છે.
નિરપરાધીને વધ કરવાથી અવશ્ય પાપ બંધાય છે, જ્યારે શત્રુઓને મારવા એ તે વીરપુરૂષનું કામ છે. એ માટે આપ હાથમાં બાણને ધારણ કરી ધનુષ્ય ઉપર ચઢાવે. જુઓ આપની સામે આપના ભાઈઓ આપના શત્રુઓને મારશે. કૃષ્ણના વચનો સાંભળી અર્જુન હાથમાં ધનુષ્ય લઈને ધીમે ધીમે ઉઠો..