________________
૨૬]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય હસ્તિનાપુર આવ્ય, ભીષ્મને કહ્યું કે અમારી આઠેય બહેને ધૃતરાષ્ટ્રની સાથે લગ્ન કરવા ઈચ્છા ધરાવે છે, તેની પ્રાર્થનાનો સ્વીકાર કરે. શુભમુહૂર્ત આઠે કન્યાઓના લગ્ન ધૃતરાષ્ટ્રની સાથે કરવામાં આવ્યા, પાંડુરાજાને યોગ્ય કન્યા કયાં મળશે એવી ચિંતા ભીષ્મના મનમાં રહેતી હતી, * એક વખતે પાંડુ સહિત ભીમે એક મુસાફરને હાથમાં એક સ્ત્રીનું અદ્ભુત ચિત્ર લઈને જ જોયે, ચિત્રગતસ્ત્રીના સૌંદર્યને જોઈ પાંડુ ચિંતા કરવા લાગે, વિચાર કરવા લાગ્યું કે સૌંદર્યકથાને અંત આ ચિત્રમાં જ છે. મનુષ્યલકની સ્ત્રીમાં આટલું સૌંદર્ય ક્યાંય જોવામાં આવ્યું નથી, તે શું આ રતિ હશે? લક્ષ્મી હશે? રહિણી હશે? તેના બંને પગ તે કમળ જેવા છે. જેમાં આંગળીઓ પાંદડી જેવી છે, સૌંદર્ય મકરન્દના જેવું છે, જંઘા તે કમળની નાળ જેવી છે, ઉર રંભાતંભની સમાન છે. નિતંબસ્થલ કામદેવની વિજયભૂમિ છે. અહીં વસેલે કામદેવ ત્રણે જગતને જીતે છે, તેના મુખને રાંદ્રમાની ઉપમા આપવી તે તો ચણેઠીની સાથે સોનાને તેલવા જેવી વાત છે, પાંડુ આ પ્રમાણે મનમાં જ ચિંતા કરી રહ્યા હતા, તે વારે મુસાફરને પિતાના ત્યાં લાવી ભીમે પૂછ્યું કે હે ભદ્ર! દેવાંગનાઓને જીતવાવાળી કઈ સ્ત્રીનું આ ચિત્ર છે. ત્યારે ચિત્રકારે શરૂઆતથી ચિત્રને વૃતાંત્ત કહ્યો.
, શ્રીમન્તોથી વિભૂષિત મથુરા નામની એક નગરી છે. યમુનાનદી : હર્ષમાં આવી પિતાના તરંગવડ