________________
છાતી
માટે કે
જાડી થી, ભીમ
સર્ગઃ ૧લો ]
[૨૫ શુદ્ધિમાં આવી, જોરશોરથી રડવા લાગી, અંબિકા આદિ રાણીઓ પણ છાતી કુટવા લાગી, અને કહેવા લાગી કે હે પ્રિયતમ ! આપ કીડાને માટે કઈ દિવસ અમને મૂકીને એકલા ગયા નથી, તો આજે અમને છોડી આ૫ એકલા કયાં ચાલ્યા ગયા, આપ જવાબ પણ આપતા નથી, ભીમે શાત્વન આપી બધાને શાંત કર્યા, ભાઈની ઉત્તરકિયા કરી કુમારની સુંદર કીડાઓ જેઈને પણ સત્યવતીએ શેકને દૂર કર્યો.
નાના કુમારમાં પરસ્પર અધિક સ્નેહની ગાંઠ બંધાતી ગઈ. એકબીજા વિના ક્ષણમાત્ર પણ રહી શકતા નહોતા, ભીષ્મના પ્રતાપથી રાજ્ય સુરક્ષિત હતું. ભીમે ત્રણે કુમારેને શસ્ત્રાસ્ત્ર વિદ્યા શીખવાડી. ત્રણે ભાઈઓમાં વચલા ભાઈ “પાંડુ’ અધિક પ્રભાવશાળી હતા, ધૃતરાષ્ટ્ર પણ પિતાના નાનાભાઈ પાંડુને ગુણથી અધિક માનવા લાગ્યા, એક વખત ભીમે ધૃતરાષ્ટ્રને રાજ્ય સંભાળવાનું કહ્યું, પરંતુ ધૃતરાષ્ટ્ર કહ્યું કે અમારા ત્રણે ભાઈઓમાં પાંડુ વધારે ગ્ય છે. માટે પાંડુ ને રાજ્યગાદી આપે, ધૃતરાષ્ટ્રના આગ્રહથી શુભમુહૂર્વે પાંડુ રાજ્યાભિષેક થયે, ભીષ્મ તથા ધૃતરાષ્ટ્રની સહાયતાથી પાંડુરાજાએ અલૌકિક વીરતા વડે બીજા રાજાઓને વશ કરી સામ્રાજ્ય વિસ્તારવાળું બનાવ્યું.
એક વખત સુબલ રાજાને પુત્ર ગાંધાર દેશાધિપતિ શકુનિ ગાંધારી આદિ પિતાની આઠ બહેનોને સાથે લઈ