________________
૨૪]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય ત્રણે પત્નીએામાં ખૂબ જ આસકત બન્યું કે જેનાથી “કામ” સિવાયના બીજા પુરૂષાર્થ ભુલી ગયે, તેનું શરીર ખૂબ જ દુર્બળ બનવા લાગ્યું, ભીષ્મ તથા સત્યવતીએ ખૂબ જ સમજાવ્યું, ત્યારે વિચિત્રવીર્ય ધર્મ–અર્થ–કામ એ ત્રિવર્ગની ઉપાસના કરવા લાગે, અંબિકાએ ગર્ભ ધારણ કર્યો, શુભ લગ્ન પુત્રને જન્મ આપે, ભીષ્મ તથા સત્યવતીએ મહોત્સવ પૂર્વક પુત્રનું નામ “ધૃતરાષ્ટ્ર રાખ્યું, પૂર્વકર્મના ઉદયે તે જન્માંધ હતો.
અંબાલિકાએ પણ એક પુત્રને જન્મ આપ્યો, પાંડુરગવાળો હોવાથી તેનું નામ “પાંડુ રાખવામાં આવ્યું, “અંબા” એ પણ એક પુત્રને જન્મ આપે, તેનું નામ વિદુર રાખવામાં આવ્યું. આ ત્રણે પુત્રના જન્મથી કુરૂવંશ અત્યંત આનંદ પામ્યા, ત્રણેના જન્મથી ચેર, કંજુસ, વ્યભિચારી, ઈત્યાદિ શબ્દોને કઈ ઉચ્ચારી રહ્યો નહોતે, ન્યાયનું એકછત્રરાજ્ય હતું. અન્યાયનું નામ નિશાન પણ નહતું. આધિ-વ્યાધિ-ઉપાધિ-અતિવૃષ્ટિઅનાવૃષ્ટિ-કયાંય દેખાતા પણ નહોતા, દેશ સંપૂર્ણ સમૃદ્ધ હતા. પિતાની સ્ત્રીઓમાં આશકત વિચિત્રવીર્યને રોગ વધતો જ ચાલ્યું. “ક્ષય નામના રોગથી નાની ઉંમરમાં જ વિચિત્રવીર્ય મરણને શરણ થયે.
પુત્રરૂપી સૂર્યને અસ્તથી સત્યવતી શેકરૂપી અંધારામાં ડુબી ગઈ અને વિલાપ કરવા લાગી, મૂર્શિત બનીને જમીન ઉપર ઢળી પડી. શીતળ, ઉપચાર દ્વારા