________________
૨૯૬ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય બેસાડયા. હાથ જોડીને વિરાટેન્ડે કહ્યું કે મેં આપને કઈ દિવસ અનુચિત વચને કહ્યા હોય તે આપ મને ક્ષમા કરજે. વળી વિરાટે કહ્યું કે આપ આપના રાજવંશી વેષમાં પધાર્યા હતા તે પણ હું આપની સેવા કરત. અને આપને કેઈ ઓળખી પણ શકત નહિ. પરંતુ મારૂં ભાગ્ય નહિ હોય. તેથી જ અહિં આપ રહ્યા છતાં પણ આપની ઓળખાણ ન કરી શકે તેમજ આપની સેવા પણ ન કરી શકે. હવે આપ આ રાજ્યલક્ષ્મીને સ્વિકાર કરીને મારા ઉપર કૃપા કરો. આપના ચારે પરાકેમી ભાઈઓ તથા અમારી બધાની સહાયતાથી આપના માટે હસ્તિનાપુરનું રાજ્ય પણ દૂર નથી. આપના ઉપકારનો બદલે શું આપીને સંતોષ માનું? અને મારી પુત્રીને શિક્ષણ આપ્યું છે. માટે આપની આજ્ઞા હોય તે મારી તે પુત્રી ઉપહારના સ્વરૂપે અર્જુનને સમર્પણ કરૂં. યુધિષ્ઠિરે જ્યારે અર્જુનના મુખ સામે જોયું ત્યારે અને કહ્યું કે ઉત્તરા તો મારી પુત્રીની બરાબર છે. માટે વિરાટેન્દ્ર જે પાંડની સાથે સાજન્યની ભાવના રાખતા હોય તે અભિમન્યુના વિવાહ ઉત્તરાની સાથે કરે. અર્જુનના વચન સાંભળી વિરાટરાજા ખુબ જ આનંદ પામ્યા.
યુધિષ્ઠિરે સુભદ્રા, અભિમન્યુ અને કૃષ્ણને બોલાવવા માટે એક દૂત દ્વારિકા મોકલી પાંચ પાંચાલેની સાથે દ્રુપદરાજાને લાવવા માટે બીજા એક દૂતને કાંપિલ્યપુર