________________
સર્ગ : 1.
[૨૬૯ બધાની સમક્ષ તે રાજાને કહ્યું કે જ્યારે આપ પાણી પીવા માટે સરોવર આવ્યા ત્યાર બાદ તે રાજા કે તેની સેના જોવામાં આવી નથી. જંગલમાં ફક્ત હું એકલી હતી અને ગભરાતી જંગલમાં ભટકતી હતી, એટલામાં હાથમાં પાંચ છ બાણ તથા એક જીર્ણ ધનુષ્યને ધારણ કરેલ એક ભીલે આવી મને કહ્યું કે ભદ્ર! તું આ નિર્જન વનમાં એકલી કેમ ફરે છે ? ભદ્રકર આકૃતિવાળા તારા પતિ અહિંઆ છે, તેણે આપ લોકોની પાસે મને તથા કુતીમાતાને લાવી મુકયા, અમે બંને જણે તમને મૂચ્છિત જોઈને વિલાપ કર્યો. એટલામાં કિલકારી શબ્દ, સાંભળવામાં આવ્યું.
ત્યાર બાદ ભયંકર દાંતવાળી, પીળી આંખો, પીળા વાળવાળી, અત્યંત કાળા રંગવાળી, ભયંકર શબ્દથી કાનના પડદાને ચીરતી આકાશ માર્ગેથી આવતી એક રાહસીને અમે બન્ને જણાએ જોઈ, તે ભીલ પણ અમને બન્નેને ભયભીત જોઈ રાક્ષસીના ભયથી આજુબાજુમાં છુપાઈ ગયે, અમે બન્નેએ નિશ્ચય કર્યો કે આ તે કૃત્યા રાક્ષસી છે, તે રાક્ષસેશ્વરીએ આવી આપ લોકોને મરેલા જોઈ દુઃખી બનીને બીજી રાક્ષસીને કહ્યું પીંગલે! તે દુષ્ટ બ્રાહ્મણે તો મરેલા પાંડેને મારવા માટે મને મોકલી છે, તું જઈને બરાબર જેઇલે કે એ લેકે વાસ્તવિક મરેલા છે. કે કપટથી મરેલા દેખાય છે? સ્વામિનીના વચનને માની જ્યારે તે પીંગલા આપ લોકોને ઉલટા