________________
A કરીને જલ્દીથી
ત્યારે
તને ચે.
સર્ગઃ ]
[ ૨૫૯ સુપ્રત કરીને જલ્દીથી અહિ આવી ગયા, તેમના પગે પકડીને હું રેવા લાગી. ત્યારે ભીમે મને કહ્યું કે વત્સ! તું રડીશ નહિ, આ પ્રમાણે ભવિતવ્યતાનો વેગ હશે નહિતર મારા ના કહેવા છતાં પણ દુર્યોધન અહિં શા માટે આવે ? હમણાં પણ તારા પતિને કઈ છોડાવી શકે તેમ નથી, તું યુધિષ્ઠિરની પાસે જા. તે દુર્યોધનના અપકારોને ભૂલી જઈ અવશ્ય ઉપકાર કરશે, તેમની વાત સાંભળીને હું સીધી અહિં આવી છું, હવે તે વિદ્યાધર પણ પિતાના નગરમાં જવાના છે, હવે આપને જેમ ઠીક લાગે તેમ કરે, આ નુકસાન તે આપને જ થવાનું છે.
ભાનુમતીના વચનોને સાંભળી ભીમે ધીરેથી દ્રૌપદીને કહ્યું કે તારા વાળ ખેંચવાનું ફળ તેના ભાગ્યથી દુર્યોધનને મળી ગયું છે. હજુપણ રાજા તેના પ્રત્યે લાગણી બતાવે નહિ તો અમારું કાર્ય સફળ બની જાય, પ્રિય વદની વાતોને રાજા કેમ ભૂલી જાય છે ? ત્યારબાદ યુધિષ્ઠિરે ભાનુમતીને કહ્યું કે વત્સ! મારા ભાઈની ઉપર આ કેવી આપત્તિ આવી ગઈ? મારા ભાઈને અવશ્ય છોડાવીશ, તે બંધનમાં હોવાથી મને ખુબ જ દુઃખ થાય છે. આ પ્રમાણે ભાનુમતીને આશ્વાસન આપી ભીમ અને દ્રૌપદીની સામે યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું કે કોઈ પાપી વિદ્યાધરે દુર્યોધનને બાંધી રાખે છે માટે વત્સ! તું જઈને દુર્યોધનને છોડાવી દે. ભીમે કહ્યું રાજન ! આપ દુર્યોધને કરેલા અપકારને કેમ ભુલી ગયા ! ભાગ્યથી
-
t
,
.
-
*, , : *
*
*