________________
૨૫૮]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય કે નીચ વિદ્યાધર આ પ્રમાણે બલવાથી શું ? જેનામાં શક્તિ છે તેનું રાજ્ય છે, તે વાતને તું નથી જાણતું ? હમણાં તે મેં તારૂં ઉદ્યાન અને મહેલ લીધાં છે, તમે અહિં ઉભા રહેશે તે તમારું જીવન પણ લઈ લઈશ. આ પ્રમાણે કહીને તમારા ભાઈએ તે વિદ્યાધર ઉપર બાણોને પ્રહાર શરૂ કર્યો. તમારી કુલ મર્યાદા છે કે વિદ્યાધરોની ઉપેક્ષા નહિ કરવી જોઈએ, તે વિદ્યાધર પણ તમામ પ્રકારના શસ્ત્રોથી યુદ્ધ કરવા લાગે. તમારા ભાઈના બાણોના પ્રહારથી વિદ્યાધરની સેના ભયભીત બનીને ભાગી ગઈ. જ્યારે તે વિદ્યાધરાધીશ એકલે રહ્યો ત્યારે બંધુ સહિત તમારા ભાઈ એ તેની ઉપર આક્રમણ કર્યું. ત્યારપછી વિદ્યાધરની બીજી સેના આવી ગઈ અને તમારા ભાઈઓને ચારે તરફથી ઘેરી લઈને પકડી લીધા, અને એક જ સાંકળમાં બધાને બાંધ્યા, પાયદળની સાથે આપના બધા ભાઈઓને લઈને વિદ્યાધરેન્દ્ર પિતાના મહેલમાં ચાલ્યા ગયે, રાજાઓની સાથે તે લક્ષ્મીને 'ઉપભોગ કરતો આનંદમાં રહે છે. જ્યારે તમારા ભાઈ ઓને તેણે તડકામાં ઊભા રાખ્યા છે.
પતિ અને મારા દિયરોની દશા જોઈને હું યુદ્ધ સ્થળમાં ગઈ અને દુખી બનેલા તે રાજાઓને પૂછયું કે તમારી વીરતા કયાં ચાલી ગઈ, બીજની તે શું વાત કરવી? ખુદ કણે મૌન ધારણ કર્યું, આ સમાચાર જાણીને ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય પણ ધરાષ્ટ્રની ઉપર રાજ્યભાર