________________
રેકી એ હ. મહાસ
સર્ગઃ ૯ો]
[૫૭ બાણને વરસાદ વરસાવ્યું ત્યારે અમારી સેનાનું નામ નિશાન રહ્યું નહીં.'
ત્યારબાદ સેમદત્ત, કલિંગેશ, ભગદત્ત, જ્યદ્રથ, વિશલ્ય, ભૂરિશ્રવા, ચિત્રસેન, બૃહકલ, સુશર્મા, કૃતવર્મા તથા બીજા પણ રાજાઓએ વિદ્યાધરોથી યુદ્ધ કર્યું. - વિદ્યાધરોએ હાસ્ત્રને પ્રયોગ કર્યો, જેનાથી બધા રાજાઓએ મોહિત થઈને પિતાના અસ્ત્રોને હાથમાંથી નીચે ફેંકી દીધા, તે રાજાઓનો પરાજય સાંભળી ઉત્ત બનેલે કર્ણ લડવા માટે તૈયાર થયે, વિદ્યાધરાધીશે કહ્યું કે હે કર્ણ ! તું ગાંડીવધારી, અર્જુનની સાથે સ્પર્ધા કરે છે. તે હું આજે તારું પરાક્રમ જેવા તૈયાર છું. ત્યારબાદ કર્ણના શસસંધાનને જોઈ વિદ્યાધરાધીશ થેલીવાર સુધી આશ્ચર્ય અનુભવવા લાગ્યા. પરંતુ વિદ્યાધરાધીશે પિતાનું કૌશલ્ય બતાવી કર્ણને આશ્ચર્યચકિત કરી નાખ્યો. તે બંનેનું મહાયુદ્ધ જોવાલાયક હતું. ત્યારબાદ વિદ્યાધરાધીશના બાણથી ઘાયલ થએલે કર્ણ યુદ્ધભૂમિ છોડીને ભાગી ગયો.
કર્ણના ભાગવાથી આપના ભાઈઓએ બધા ભાઈઓ તથા મામાની સાથે વિદ્યાધરોને યુદ્ધનું આહ્વાન કર્યું. વિદ્યાધરોએ હસીને કહ્યું કે હે દુર્યોધન ! આ તારું કેવું અભિમાન છે? જેનાથી તે મારા ઉદ્યાન અને મહેલ ઉપર તારે અધિકાર જમાવ્યો છે, તારા આ મદની દવા મારા બાણથી હમણાં કરૂં છું, ત્યારબાદ તમારા ભાઈએ કહ્યું ૧૭