________________
૧૯૪]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય હાજરીમાં દુર્યોધનનું રાજ્ય કયાં સુધી સ્થિર રહી શકશે? દ્રૌપદીના પ્રત્યે દુર્યોધને કરેલો અનુચિત વહેવાર જીભથી બેલવામાં આવે કે મનમાં વિચારવામાં આવે તે ભયંકર પાપ છે. તેનું ફળ તેને મળવાનું છે. પાંડવેના પ્રત્યે અનુરાગી લેકે આ પ્રમાણે બેલવા લાગ્યા. મહાત્માઓના તરફ કેઈને પક્ષપાત હેતેજ નથી.
ત્યારબાદ આકાશમાંથી આવતા કુર ભયંકર રાક્ષસે અસાવધાન દ્રૌપદીને ડરાવી, લાલ આંખેવાળ, અત્યંત શ્યામવર્ણવાળે, સાપના જેવી ચપળ જીભવાળા તે રાક્ષસને જોઈ દ્રૌપદીએ ચીસ પાડી, દ્રૌપદી રડવા બેઠી, દ્રૌપદીને અવાજ સાંભળી કોધે ભરાયેલ ભીમ તેની તરફ દેડ, કહ્યું કે નીચ ! તું તારા દુષ્કર્મનું ફળ ભોગવ, એમ કહી ભીમે ગદાન ઘા મારી રાક્ષસને મારી નાખે, આવી રીતે દુર્યોધનના વધારંભમાં જ ભીમે કિર નામના રાક્ષસને મારી મુહૂર્ત કર્યું. કિર વૃત્તાંતને નહિ જાણતાં રાજા યુધિષ્ઠિર લતાઓથી મનેહર કામ્યક નામના વનમાં આવ્યા.
કુકમ દુર્યોધનની ઉપર ક્રોધ આવવાથી ભગવાન સૂર્ય અગ્નિની સમાન તાપ આપવા લાગ્યા, માતા પિતા વિગેરે બધા પગપાળા ચાલવાથી અત્યંત દુઃખી થયા, હે રાજન ! પાંચ રાત અહીં વિશ્રાંતિ કરીએ. આ પ્રમાણે ભીમના કહેવાથી રાજાએ બધાને વિશ્રામ કરવા માટે આદેશ આપે, ખેરાક વિના ગરમીથી અત્યંત