________________
14 ]
[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય
જયદ્રથના વચન સાંભળી દ્રુપદપુત્રીની સાથે યુધિષ્ઠિર ઈન્દ્રપ્રસ્થ ચાલ્યા, ચારે ભાઈ એ રસ્તામાં મલી ગયા, ઈન્દ્રપ્રસ્થમાં દુર્યોધને ઉચિત સ્વાગત કર્યું.... સેનાની સાથે હર્ષિત થયેલા યુધિષ્ઠિરે નગરમાં પ્રવેશ કર્યો;. ભાઈ સહિત યુધિષ્ઠિરે ધૃતરાષ્ટ્રને પ્રણામ કર્યા, આ દુર્યોધનના સ્વાગતથી પ્રસન્ન થયેલા યુધિષ્ઠિર દુર્યોધનની કપટકલાને સમજી શકયા નહી. ઇન્દ્રપ્રસ્થમાં પાંડવાને વિલંબ થવાથી સ્નેહના કારણે ભીષ્મ દ્રોણુ-વિગેરે વૃદ્ધો પણ ઈન્દ્રપ્રસ્થ પધાર્યાં.
દુર્યોધને ખુબ જ પ્રેમથી શાભાયુક્ત તમામ વસ્તુઆથી પરિપૂર્ણ પેાતાની સભા અતાવી, તેમાં જ્યાં ત્યાં વૃદ્ધ લેાકેા પાશા રમતા હતા, દુર્યોધનની સાથે ફરતા યુધિષ્ઠિરને તે વૃદ્ધ લેાકેાએ કહ્યુ કે આપ લેાકેા જુગાર નહિ રમે. દુર્યોધને કહ્યું કે ભુવનતિલક ! એમની વાત માનીને આપણે પણ દ્યુત ક્રીડા રમીયે, યુધિષ્ઠિરે સ્વિકાર કર્યાં, બન્નેજણ રમવા બેઠા, કાંટાવાળા ઝાડથી જેમ વિષ વૃક્ષ ઘેરાયેલું હાય છે. તેમ શકુની વિગેરેથી ઘેરાઈને બેઠેલા દુર્યોધન શાભવા લાગ્યા, આ રમતજ છે, તેમ સમજીને પ્રથમ ફળ વિગેરે મૂકીને દાવ રમવા લાગ્યા. ત્યારબાદ અંગુઠી વિગેરે દાવમાં મૂકવા લાગ્યા, આ પ્રમાણે જુગાર રમત ખની ગઈ, તે વખતે બધા ખાવાપીવાનું ભૂલી ગયા, કાક વખત દુર્યોધન તે કાઇ વખત યુધિષ્ઠિરની જીત થતી હતી.