________________
પ્રમાણે વિચાર 2 પ્રિવી
સર્ગઃ ૦૬]
[૧ હે ધૃતરાષ્ટ્ર! આ પ્રમાણે મેં આપને નલકુબેરની કથા કહી. હવે આપ સારી રીતે વિચાર કરજે, કુબેર જુગારથી જીતીને પણ પોતાના રાજ્યને સ્થિર ને બનાવી શકે. તેમાં તેની ખુબ જ નિંદા થઈ, એવી રીતે આપના પુત્રની પણ લેકમાં નિંદા થશે. જુગારમાં જીતેલી લક્ષ્મી સ્થિર બની શકતી નથી, આપનો પુત્ર જુગારમાં કદાચ જીતી જશે. પરંતુ જીતેલી પૃથ્વી પણ પાંડે નહીં આપે તે તમે શું કરવાના છે? જે યુદ્ધ થશે તો ભીમ અજુન આપના પુત્રોને મારી નાખશે, માટે આપ કોઈ પણ ઉપાયથી પુત્રોને સમજાવી જુગાર રમતા અટકાવે, આ પ્રમાણે વિદુરજીના કહેવા છતાં પણ જેમ કમલ ઉપર પાણી ટકી શકતું નથી તેવી રીતે ધૃતરાષ્ટ્રના હૃદયને કાંઈજ અસર થઈ નહી. - જ્યાં સુધી હૃદયમાં હજાલ રહે છે, ત્યાં સુધી આર્યજનના વચનોની અસર થતી નથી, પૃતરાષ્ટ્રના સ્વરૂપથી અત્યંત દુઃખી થઈને વિદુરજી ઉઠી પિતાના સ્થાનમાં ચાલ્યા ગયા.
સભા બતાવવાના બહાને યુધિષ્ઠિરને બોલાવવા માટે દુર્યોધને જયદ્રથને હસ્તિનાપુર મોકલ્યો. તેણે મહસ્તિનાપુર પહોંચીને યુધિષ્ઠિરને કહ્યું કે દુર્યોધને કહેવડાવેલ છે કે બધા ભાઈઓમાં આપ અમારું જીવન છે, માટે આપ અત્રે પધારીને મારી નવિન નિર્માણ થયેલી દિવ્ય સભાને જોશે તો મને અનહદ આનંદ થશે.