________________
૧૭૦]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય મારા ગુરૂમહારાજ શ્રીયશોભદ્રસૂરિ તમને દીક્ષા આપશે, ત્યારે કુલપતિએ કહ્યું કે ભગવન! આપે કેવી રીતે અને કેમ દીક્ષા લીધી?
- કેવલીમુનિએ કહ્યું કે કેશલા નગરીમાં નલરાજા નામના રાજા થયા, આ દમયંતી તેમની પતિવ્રતા સ્ત્રી છે. તેમને કુબેર નામને ભાઈ છે. જે નલરાજાના રાજ્ય ઉપર શાસન કરે છે. હું કુબેરનો પુત્ર સિંહકેશરી છું. શૃંગાપુરીશ કેસરીની પુત્રી બંધુમતીની સાથે લગ્ન કરી નગરમાં આવતો હતો, આ પર્વતની ઉપર આવીને મારા ભાગ્યના બળે શ્રી યશોભદ્રસૂરિ મહારાજને વંદના કરી. દેશના સાંભળી ત્યારબાદ મેં તેમને પૂછ્યું કે ભગવાન ! મારું આયુષ્ય કેટલું છે? ત્યારે તેઓએ પાંચદિવસનું આયુષ્ય બતાવ્યું. મૃત્યુની બીકથી અત્યંત દુઃખી થયે ત્યારે તેઓએ કહ્યું કે વત્સ ! ગભરાઈશ નહીં. એક દિવસનું ચારિત્ર પણ જન્મ મરણના ભયને દૂર કરે છે. તેઓના વચન ગ્રહણ કરીને પ્રિયા બંધુમતીને છોડી મેં તેઓની પાસે સંયમ અંગિકાર કર્યો, તેઓના આદેશથી પહાડના શિખર ઉપર ચઢી, ઘાતી કર્મોનો ક્ષય કરી,
કાલોક પ્રકાશ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી, આ પ્રમાણે કહીને કેવળી ભગવંત સિંહકેશરી અઘાતી કર્મોનો ક્ષય કરી પરમપદને પામ્યા, દેવતાઓએ તેમના શરીરને પુણ્ય ક્ષેત્રમાં લઈ જઈ અગ્નિસંસ્કાર કર્યો, ત્યારબાદ કુલપતિએ શ્રીયશોભદ્રસૂરિજીની પાસે સંયમ અંગિકાર કર્યો