________________
સર્ગ કે છો]
[૧૬૯ શિખર ઉપર સૂર્યમંડળની કાંતિને જીતનારે વિચિત્ર પ્રકાશ જોયે, પક્ષીઓની જેમ સૂર-અસૂર અને વિદ્યાધરેને સમૂહ ભૂમંડલ ઉપર આવી રહ્યો હતો. તેમના કેલાહલથી બધા તાપસ તથા નાગરિકે જાગી ગયા, ત્યારે સાર્થપતિ, દમયંતી તથા બધા તાપસે પણ પર્વતના શિખર ઉપર ચઢયા, નવીન કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલા શ્રીકેસરીસિંહ સાધુનો મહિમા કરતાં દેવ અને વિદ્યાધરને જોયા, આનંદિત બનીને નમસ્કાર કરીને કેવળીની આગળ દમયંતી, સાર્થવાહ તથા નાગરિક બેઠા, તે જ વખતે શ્રીયશોભદ્ર સૂરીશ્વરજી કેવળીને નમસ્કાર કરીને તેમની પાસે બેઠા, દેવ-મનુષ્ય વિગેરે પિતાના ઉચિત આસને બેડા, કેવળી ભગવંતે કર્મના મર્મને છેદવાવાળી દેશના આપી, આ સંસારમાં જીવન-યૌવન-લક્ષ્મી વિગેરે બધું જ નશ્વર છે. અનિત્ય છે. છેવટે દુઃખને આપનાર છે, તેમાં આસક્ત મુઢલોકો પોતાના મનુષ્ય જન્મને વ્યર્થ બનાવે છે. મનુષ્યરૂપી કલ્પવૃક્ષનું ફળ શાશ્વત મેક્ષસુખ છે, નશ્વર સુખના મૃગજળને છેડી, મેક્ષ સુખના માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. દેશનાના અંતે કેવળી ભગવંતે કહ્યું કે પરમાર્હતી દમયંતીએ ધર્મનું સ્વરૂપ જે કહ્યું છે તે જ યથાર્થ છે. આ બાબતમાં સંદેહ નથી, ચોરોનો નાશ, વરસાદને રેક વિગેરે તેના પ્રભાવને તમે શું નથી જાણતા ? ધર્મના પ્રભાવથી તો તેણે નિર્ભય બનીને આવા ઘેર જંગલમાં રહી શકે છે. મુનિની દેશનાથી સ વેગ પામીને વિમલમતિ નામના કુલપતિએ એ મતની યાચના કરી, કેવળીએ કહ્યું કે