________________
સર્ગ : છઠ્ઠો ]
[ ૧૩૩ પાંદડા ખાવાનું ભૂલી ગયે, કારણ કે લવીંગ, એલચી, અને સેપારીથી લચી પડેલા ખેતરેથી ભરપુર પ્રદેશ જીતી લીધું હતું તેથી તેને હાથી લવીંગ, એલચી, સોપારી વિગેરે ઝાડના પાંદડાઓનો ખોરાક ખાતો હતો, સેતુબંધ રામેશ્વરમાં જયસ્થંભ રોપીને લાટ, કંકણ અને કુંતલ વિગેરે દેશે પર વિજય પ્રાપ્ત કરીને અર્જુન હસ્તિનાપુર પાછા આવ્યા.
પિતાના યશરૂપી પુષ્પોની વાસથી ભૂમંડલને સુગંધિત બનાવતા નકુલે પશ્ચિમ દિશામાં પ્રવેશ કર્યો, સમુદ્ર અને સરસ્વતીના સંગમક્ષેત્ર પ્રભાસમાં જઈને શ્રીચંદ્રપ્રભ સ્વામિના દર્શન કરીને પાપથી મુક્ત થયે, ત્યાં વિજયસ્તંભ રોપીને દ્વારિકાના પ્રજાજને દ્વારા ગવાતા શ્રીકૃષ્ણના ગુણોને સાંભળતો કચ્છ દેશ ગયે, ત્યાંના ચારણો નકુળની યશોગાથા ગાવા લાગ્યા, પશ્ચિમ સમુદ્રના કિનારે થતી ખજુરને સ્વાદ ચાખી આનંદિત બનેલા નકુલના સૈનિકે થડા દિવસ ત્યાં રોકાઈ ગયા, ત્યારબાદ ચવન, શક, પંજાબ, સિંધ વિગેરે દેશો જીતી નકુલ હસ્તિનાપુર આવ્યો.
ઇંદ્રની સમાન પરાક્રમી સહદેવ ઉત્તરદિશામાં ગયો હતો, પરાક્રમી સહદેવે કેબેજને જીતી લઈ, તે રાજા પાસેથી ભેટણમાં ઉત્તમ ઘેડાઓને પ્રાપ્ત કરી, નેપાળ ગયે, ત્યાંના રાજાએ કસ્તુરી મૃગ તથા કસ્તુરીની ભેટ આપી પિતાનું રાજ્ય ખંડીઆ રાજા તરીકે ટકાવી રાખ્યું.