________________
૧૩૪]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય કામિરને જીતી લઈ ત્યાંના સૌધર્મમય ધામે જોઈ, હિમાલય ઉપર ચઢીને પહાડી વસાહત જીતી લીધી ત્યાં વિજયસ્થંભે રેપ્યા, ત્યાંથી નીકળી હૂણ દેશને જીતી સહદેવ હસ્તિનાપુર પાછો આવ્યો.
આ પ્રમાણે ચારે દિશાઓમાંથી લક્ષ્મીને લાવી જ્યારે હસ્તિનાપુર પાસે ચારે ભાઈઓ આવ્યા, ત્યારે મોટી સેના સહિત યુધિષ્ઠિરે તેમનું સ્વાગત કર્યું. શરીરમાં પાંચ ઈન્દ્રિય સમાયેલ છે. પાંચ ભૂત જેવી રીતે સમાયેલા છે. તેવી રીતે પાંચે ભાઈઓમાં તે હસ્તિનાપુર નગરી સમાઈ ગઈ, અને શોભાયમાન દેખાવા લાગી, ચારે ભાઈઓએ યુધિષ્ઠિરને પ્રણામ કર્યા, રાજાએ ચારે ભાઈ એને આલિંગન કર્યું. અપાર આનંદ અનુભવ્યું, તોરણે વિગેરેથી શોભાયમાન હસ્તિનાપુરમાં હાથી ઉપર પાંચે ભાઈઓએ બેસી નગરમાં પ્રવેશ કર્યો. રાજમહેલના પ્રાંગણમાં રાજાને સિંહાસન ઉપર બેસાડી તેમના ચરણ કમલમાં ચારે ભાઈઓએ પિતાના મસ્તક મૂક્યાં. (નમસ્કાર કર્યા, ચારે દિશામાંથી લાવેલી વસ્તુઓ ચારે ભાઈઓએ રાજાની સમક્ષ મૂકી જે સંપત્તિથી રાજાએ કૂબેરને પણ જીતી લીધું.
તે ઉત્સવ પ્રસંગે અર્જુન પત્ની સુભદ્રાએ પુત્ર રત્નને જન્મ આપે, રાજાએ યાચકને દાન આપી ખુશ કર્યા, પુત્રનું નામ અભિમન્યુ રાખ્યું, ધર્મફલની ઈચ્છાથી રાજાએ શ્રદ્ધા જલથી ધર્મને સિંચવા માંડયે, સાતે