________________
૧૩ર ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય અંધકારને નાશ થતો હોય તે સૂર્યને જવાની જરૂરિઆત રહેતી નથી, તેવી રીતે તમારા ભાઈએ યુદ્ધમાં અજય
દ્ધા હોવાથી આપને યુદ્ધ ખેલવાની જરૂર નથી, અમે પ્રસ્થાન કરીશું. ભાઈઓના વચન સાંભળી યુધિષ્ઠિરે ચારે દિશામાં ચારે ભાઈઓને મેકલ્યા, રાજાની આજ્ઞા માનીને ચારે ભાઈઓએ પિતાની સાથે ચતુરંગી સેના લીધી. કુંતી-માદ્રિ વિગેરેએ મંગળ ઉપચાર કર્યા, ભીમ પૂર્વ દિશામાં, અર્જુન દક્ષિણમાં, નકુલ પશ્ચિમમાં, સહદેવ ઉત્તર દિશામાં ગયા, ચારે સેનાઓના ભારથી પૃથ્વી ડોલવા લાગી, આકાશ ધૂળથી વ્યાપ્ત બની ગયું. શત્રુઓની સ્ત્રીઓના રૂદનથી નદીઓ છટકાવા લાગી, સૈનિકના અવાજથી પર્વતની ગુફાઓ, અને શત્રુઓના હૃદય ફાટવા લાગ્યા, ઘેડાની ખરીઓથી, હાથીના પગમાંથી જમીન ખેડેલા જેવી બની ગઈ પૃથ્વી પાંડની કીર્તિરૂપ બીજને વાવવા ગ્ય બની ગઈ
ભીમે પૂર્વ દિશામાં જઈને કામરૂપ, અંગ, સુહમ, વંગ ઉત્કલ, કલિંગ, વિગેરે દેશને જીતી લીધા, પિતાને ધ્વજ ફરકાવ્ય, ગંગાસાગર સંગમ ઉપર યથંભ રેપીને પાંચાલ વિગેરે જીતીને સેના સહિત ભીમ હસ્તિનાપુર આવી ગયે. બાણથી પિતાની કીતિની વૃદ્ધિ કરતો અને દક્ષિણ દિશામાં આગળ વધતું હતું, તેણે મહારાષ્ટ્ર, કર્ણાટક, તૈલંગ વિગેરે દેશોને જીતી લીધા, વળી કેરલ, વિદર્ભ, દ્રાવિડ વિગેરેને જીતી મલયાચલના પાછળના ભાગમાં ગયે, અર્જુનને હાથી પણ ઘાસ