________________
સર્ગ : છો યુધિષ્ઠિરના રાજ્યાભિષેક બાદ પાંડુરાજા સંસાર ત્યાગ કરી. મોક્ષપ્રાપ્તિના હેતુરૂપ ચારિત્રધર્મ અંગિકાર કરવાની ભાવના રાખતા હતા, પરંતુ પુત્રના આગ્રહથી તેઓ ચારિત્ર લઈ શકયા નહિ, દુર્યોધન પોતાની જાતને પિતાને સેવક માનતો હતો. ધૃતરાષ્ટ્ર વિગેરેને ઈન્દ્રપ્રસ્થ લઈ ગયે, યુધિષ્ઠિરના ગુણેથી આકર્ષાઈને ભીષ્મ, વિદુર, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય વિગેરે હસ્તિનાપુરમાં જ રહ્યા, દીપક વડે અગ્નિ તેજોમય દેખાય છે તેવી રીતે યુધિષ્ઠિરને રાજ્યાભિષેક થયા બાદ પાંડુરાજાની રાજ્યલક્ષ્મી તેજોમય દેખાવા લાગી, વસંતઋતુમાં વનરાજી ખીલી ઊઠે છે તેમ યુધિષ્ઠિરની નીતિથી, ન્યાયથી, રાજ્યલક્ષ્મી ઊઠી હતી, ગ્રિષ્મઋતુમાં સમુદ્ર જેમ ઉછળે છે, તેમ યુધિષ્ઠિરમાં ધર્મવૃદ્ધિ થવા લાગી, યુધિષ્ઠિરની તેજેસ્વિતા, ભૂજાભળ, શૂરવીરતા આદિ ગુણોથી શત્રુઓ પણ પ્રભાવિત થયા, ચશની સર્વત્ર વૃદ્ધિ થઈ, પ્રજાજને અનેક પ્રકારના સુખ પ્રાપ્ત કરતા હતા.
જ્યારે યુધિષ્ઠિરને દિગ્વિજય કરવાની ભાવના થઈ ત્યારે ચારે ભાઈઓએ પ્રણામ કરીને કહ્યું કે, કિરણથી