________________
૧૩૦]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય " અભિષેક થયા બાદ યુધિષ્ઠિરને પ્રસાધનોથી સજાવટ કરનાર માણસોએ અનેક પ્રકારના વસ્ત્રાલંકાર, આભૂષણ, ચંદન વિગેરેથી સાક્ષાત્ ઈંદ્રની જેમ સુશોભિત બનાવ્યા, અર્જુનની આજ્ઞાથી મણિચૂડ વિદ્યારે દિવ્યસભાનું નિર્માણ કર્યું. તે રત્નમય દિવ્યસભામાં યુધિષ્ઠિર પધાર્યા, લોકોને કદાપિ અંધકારને ખ્યાલ ન આવે તેટલા માટે સ્ફટિકની દિવાલે બનાવવામાં આવી હતી, દેવસભાની જેમ મણિમય તે સભા શેભતી હતી, યુધિષ્ઠિર સૌધર્મેદ્રની જેમ શેભતા હતા.
ત્યારબાદ નગરજનોએ, મંત્રીઓએ, સામંત વિગેરેએ રાજાને દિવ્યવસ્તુઓનું ભેટશું કર્યું. હસ્તિનાપુરના રાજા તરીકે યુધિષ્ઠિરની જાહેરાત થઈ ભાઈ ઉપરના પ્રેમથી, વડીલેની ઈચ્છાથી દુર્યોધનને ઈન્દ્રપ્રસ્થને રાજા બનાવ્યા, ધૃતરાષ્ટ્રના બીજા પુત્રોને અલગ અલગ દેશના અધિકારી બનાવ્યા, ત્યારબાદ રાજાએ બધા રાજાઓનો વિધિપૂર્વક સત્કાર કરીને પિતપિતાના દેશમાં વિદાય કર્યા, આ પ્રમાણે રાજા યુધિષ્ઠિર, ઇંદ્ર સમાન તેજસ્વી, પ્રતિપક્ષી રાજાઓથી પૂજાતા, પિતાના યશને દિશાઓમાં ફેલાવતા પિતાના ભાઈઓની સાથે આનંદપૂર્વક રહેવા લાગ્યા.
પાંચમે સર્ગ સંપૂર્ણ