________________
સ : પમા
[ ૧૨૯
નહેતા, દ્રૌપદીએ કટાક્ષેા તથા નીલકમલ દ્વારા અર્જુનને અર્ધ્ય આપ્યું. અર્જુને પણ તે જ રીતે દ્રોપદીને અધ્ય આપ્યુ. કે જેનાથી પ્રવાસનો શ્રમ અને મારવનો સમય પણ ભૂલાઈ ગયા, અર્જુને દ્રૌપદીની સાથે પ્રેમની વાતા કરતા સુખપૂર્વક દ્રૌપદીના મહેલમાં જ રાત્રી પસાર કરી, એક દિવસ રાજાએ અર્જુનને એકાંતમાં ખેાલાવી, પેાતાની વૃદ્ધાવસ્થાનું વર્ણન કરી, યુધિષ્ડિરનો રાજ્યાભિષેક કરવાની વાત કરી, રાજાએ કહ્યું કે ભીષ્મ, ધૃતરાષ્ટ્ર, વિદુરજી વિગેરે યુધિષ્ઠિરને યેાગ્ય માને છે. અર્જુને રાજાની વાતનું સમર્થન કર્યું. રાજાએ કૃષ્ણ વિગેરે રાજાઓને આમંત્રણ આપીને મેલાવ્યા, હસ્તિનાપુરની ચારે તરફ રાજાએના નિવાસસ્થાનો શેાલવા લાગ્યા, તારણ તથા અનેક પ્રકારની રાનાએથી નગર અલકાપુરી જેવું રમણીય લાગતું હતુ., યુધિષ્ઠિરના રાજ્યાભિષેકને માટે શિલ્પીઓએ માØિકયમય વિમાન બનાવ્યું. બ્રાહ્મણીએ આરતી ઉતારી, રાજાએ યુધિષ્ઠિરને ભદ્રપીઠ ઉપર બેસાડયા, પુરાહિતાએ મત્રોચ્ચાર કર્યાં, એ રીતે રાજાએ તી જલથી યુધિષ્ઠિરનૌ અભિષેક કર્યો, સ્ત્રીઓએ યુધિષ્ઠિરની ઉપર આશીર્વાદ વરસાવ્યા, કવિ—ભાટ— ચારણા ખીરૂ દાવિલ ગાવા લાગ્યા, યુધિષ્ઠિરે યાચકાને પુષ્કળ દાન આપી ધનાઢચ અનાવ્યા, શત્રુઓને કારાગારામાંથી મુક્ત કર્યા; રાજ્યમાં અ’ મારી પડહુ'ની ઘેાષણા કરાવી, રાજાએ તરફથી માંગલિક ઉપહારો વડે યુધિષ્ઠિરનો સત્કાર કરાયે.