________________
૧૨૮]
| [પાંડવ ચરિત્ર મહાકાવ્ય - હસ્તિનાપુર જવાની તીવ્ર ઈચ્છાવાળા અને કૃષ્ણની રજા લઈ સુભદ્રા, હેમાંગદ અને મણિર્ડ સહિત વિમાનમાર્ગે પ્રયાણ કર્યું. હસ્તિનાપુર નજીક આવ્યું ત્યારે ખેચરોએ પાંડુરાજાને અર્જુનના આગમનની વાત કરી, જેમ સિદ્ધરસ વડે તાંબુ સેનામાં પરિવર્તન થાય છે, તેવી રીતે પાંડુરાજા પુત્ર વિયેગના દુઃખમાંથી મુક્ત બની આનંદવિભેર બન્યા, “કુંતી', યુધિષ્ઠિર વિગેરેના મનમાં અત્યંત આનંદ થયે, રાજાએ ઉત્સવના માટે આજ્ઞા કરી, પાંડુરાજા પુત્રને લેવા માટે નગરની બહાર આવ્યા, એટલામાં હેમાંગ, મણિર્ડની સાથે અર્જુન વિમાનમાંથી ઉતર્યો, અને રાજા પાંડુ વિગેરે સ્વજન પરિવારને વિમાનમાં બેસાડ્યા, તે વખતે ખેચરોએ, કિન્નરીઓએ હસ્તિનાપુરને સ્વર્ગમય બનાવી દીધું, નાગરિકેથી સત્કાર પામતે અર્જુન વિમાનમાંથી ઉતરીને રાજમહેલમાં આવ્યું, ત્યાં માતા કુંતીએ અવતારણ મંગલ કર્યું, ત્યારબાદ અર્જુન પાંડુરાજાના મહેલમાં ગયે, ત્યાં રાજાની સાથે ઘણો સમય પ્રાસંગિક વાતો કરી. અર્જુનના બંને પ્રિય મિત્રોને સુંદર નિવાસસ્થાન આપ્યા, રાજાને નમસ્કાર કરી, તે બંને પિતાના નિવાસસ્થાનમાં ગયા, ત્યારે અર્જુન પણ પિતાજીને નમસ્કાર કરી પિતાના મહેલમાં ગયે, મંત્રી, નગરજનો, સામો તરફથી મળેલા ઉપહારને પ્રેમથી અને સ્વિકાર કર્યો, ત્યારબાદ બધાને વિદાય કરી અર્જુન દ્રૌપદીના ઘેર આવ્યું, તે વખતે બંનેના આનંદની કલ્પના કવિઓ પણ કરી શકે તેમ