________________
(w)
VI
श्रीकुमारविहारशतकम्
મૂળગાથા, અવચૂર્ણિ, ભાવાર્થ-વિશેષાર્થ સહિત આ પુસ્તકનું શ્રી આત્માનંદ જૈન સભા ભાવનગર તરફથી વર્ષો પૂર્વે પ્રકાશન થયેલ. સંપાદન પણ પૂ. આત્મારામજી મહારાજના પ્રશિષ્ય મુનિશ્રી હંસવિજયજી મ. તથા તેમના અનુયાયી પં. શ્રી સંપવિજયજી મ. એ કરેલ. પુનઃ પ્રકાશન પ્રસંગે સંપાદક અને પ્રકાશક બંને પ્રત્યે અમે કૃતજ્ઞતાના ભાવને પ્રદર્શિત કરીએ છીએ.
પૂજ્યપાદ શાસનસમ્રાટ નેમિસૂરિ મ. ના સમુદાયવર્તી પ.પૂ. આચાર્યભગવંત શ્રી પ્રદ્યુમ્નસૂરિ મ. તરફથી આ ગ્રંથનું સંપાદન કરવા ખાસ સૂચન મળેલ તથા સંપાદન માટે હસ્તલિખિત બે પ્રતો પણ પૂજ્યશ્રી તરફથી મળી હતી. તેઓનો પણ ખુબ ઉપકાર માનીએ છીએ.
આ પુનઃસંપાદન પૂજ્યપાદ વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રીમદ્ધિહેમચંદ્રસૂરી મ. ના શિષ્ય મુનિશ્રી રત્નબોધિ વિજયજી એ ખુબ પરિશ્રમ લઈને કરેલ છે, સાથે સંસ્કૃત પ્રસ્તાવના પણ એમણે લખેલ છે. તેમનો પણ ઉપકાર યાદ કરીએ છીએ.
પ્રાંતે આ કાવ્યનું વાંચન પરિશીલન કરી સૌ કોઈ જિનભકિતના પરિણામને વિકસાવે, સારી કર્મનિર્જરા કરી શાશ્વત સુખને પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા.
વિશેષ ગ્રંથોના પ્રકાશનનો તથા ધૃતરક્ષાનો લાભ મળતો રહે એજ શ્રુતાધિષ્ઠાયિકા સરસ્વતી દેવીને પુનઃ પુનઃ પ્રાર્થના.
લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
- ટ્રસ્ટીઓ
ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા લલિતકુમાર રતનચંદ કોઠારી પુંડરિકભાઈ અંબાલાલ શાહ