________________
श्रीकुमारविहारशतकम्
પ્રકાશકીય
આજથી નવસો વર્ષ પૂર્વે કુમારપાળ મહારાજા થઈ ગયા. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિ મ. ના સંસર્ગ-ઉપદેશથી તેઓ બહુ મોટી ઉમરે રાજ્ય પામ્યા પછી જૈનધર્મને પામ્યા, ધર્મમાં સ્થિર થયા. દઢ સમ્યક્ત્વના ધારક થયા. શ્રાવકના બાર અણુવ્રતોને પણ તેમણે સ્વીકાર્યા. ધર્મનો પાયો દયા. અઢાર દેશમાં અમારિપડહ પ્રવર્તાવ્યો. સમસ્તદેશ દયામય બન્યો.
આ મહાપુરૂષે મોટી ઉંમરે વ્યાકરણ ભણી પરમાત્માની સ્તુતિની પણ રચના કરી. યોગશાસ્ત્રના બાર પ્રકાશ તથા વીતરાગસ્તોત્રના વીશ પ્રકાશનો રોજ પાઠ કરતા.
ઉત્તમ શ્રાવકો ઉત્તમ આચારોના પાલન સાથે સાતક્ષેત્રમાં પણ શક્તિ મુજબ દાન કરવાનુ ચુકતા નથી. કુમારપાળ મહારાજાએ પણ સેંકડો મંદિરોના નિર્માણ કર્યા. સેંકડો મંદિરોના જીર્ણોદ્ધાર કર્યા, જ્ઞાનભંડારો સ્થાપન કર્યા, મહાત્માઓની ભકિત કરી. સાધર્મિક ભકિતમાં પણ વર્ષે એક કરોડ સોનામહોર વાપરતા.
સેંકડો મંદિરો પૈકી પાટણમાં પોતાના પિતાની સ્મૃતિ નિમિત્તે “ત્રિભુવનપાલવિહાર' નામના ચૈત્યનું નિર્માણ કર્યું. જેમાં મૂળનાયક પાર્શ્વનાથ પ્રભુની રત્નમય પ્રતિમા નિર્માણ કરી. બોતેર દેરીઓમાં ૨૪ રત્નોની ૨૪ સુવર્ણની અને ૨૪ રજતની પ્રતિમાઓનુ નિર્માણ કરાવ્યું. આ ચૈત્યનુ વર્ણન પૂજ્યપાદ કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિ મ. ના શિષ્ય પૂ. રામચંદ્ર ગણીએ શતાધિક ગાથામાં કર્યું છે. તે જ આ “કુમારવિહારશતક” છે. આની ઉપર પાછળથી અવચૂર્ણિનું પણ નિર્માણ થયું છે તથા
-ooo