________________
श्रीकुमारविहारशतकम्
ભાવાર્થ - ઈંદ્રોના મુગટની સાથે મળેલા મુક્તાફલોના કિરણોમાં સ્નાન કરેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરણકમળના નખમણિઓ આ ત્રણ જગતના સમગ્રજનોનું મંગળ કરો. જેમની ઉજ્વલા કાંતિની લહેરોના તાંડવના આડંબરવાળી મધ્યવેદી ઉપર પ્રતિબિંબિત થતો નિશારૂપી કામિનીનો પતિ ચંદ્ર વારંવાર દૂધના સમુદ્રનું સ્મરણ કરે છે. ૩
' વિશેષાર્થ - આ શ્લોકમાં ગ્રંથકાર શ્રી પાર્શ્વનાથપ્રભુના ચરણકમળના નખને આશીર્મગલરૂપે સ્તવી વર્ણવે છે. જે શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરણકમળના નખમણિઓ ઈંદ્રોના મુગટપર જડેલા મુક્તાફળના કિરણોમાં સ્નાન કરેલા છે - અર્થાત્ ઈંદ્રો આવી પોતાના મસ્તકો નમાવી તેમના ચરણમાં નમે છે. તે નખમણિ ઉપર ચંદ્રનું પ્રતિબિંબ પડે છે, તેથી તે ચંદ્રને દુધના સમુદ્રનું સ્મરણ થાય છે. આ કહેવાનો ભાવાર્થ એવો છે કે, લૌકિક કથામાં કહેવાય છે કે ચંદ્ર ક્ષીરસાગરમાંથી નીકળેલા ચૌદ રત્નો માંહેલું એક રત્ન છે અને પ્રભુના નખમણિ દૂધના જેવા ઉજ્વલ છે, તેથી તેમાં પ્રતિબિંબ રૂપે પડતા એવા ચંદ્રને પોતાના ઉત્પત્તિ સ્થાન રૂપ ક્ષીરસમુદ્રનું સ્મરણ થાય એ સંભવિત છે. અને તેનું વર્ણન કરી કવિએ સ્મૃતિ અલંકાર દર્શાવેલો છે. આવા દિવ્ય નખમણિઓ સર્વ જગતનું મંગળ કરવાને સમર્થ થાય - એ પણ નિઃસંદેહ વાર્તા છે. ૩
देवः पार्श्वः शिवं वः प्रथयतु हरतां कल्मषं शर्म दत्तामाधत्तां धाम कीर्ति घटयतु दिशतां गौरवं वैभवं च । भूतस्तिष्ठन् भविष्यन् सवृतिरपवृतिर्दूरसंस्थःपुरस्थो यद्ज्ञानादर्शशय्यां सममधिवसति स्वेच्छया वस्तुसार्थः ॥४॥ अवचूर्णि:- स पार्यो देवो वः युष्माकं शिवं प्रथयतु कल्मषं हरतां