SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकुमारविहारशतकम् ... ૧૨૭ ભાવાર્થ - જે કુમારવિહાર ચૈત્ય સર્વ રીતે ક્ષણે ક્ષણે એવું બને છે કે, જેની અંદર કપૂર અને અગરૂ ચંદનથી વિવિધ જાતનાં સ્નાત્રો થયાં કરતાં હતાં. જ્યાં ફરતી સ્ત્રીઓની ભીડને લઈને ચોસઠ શેરના, અઢાર શેરના, તથા નવ શેરના હારો તુટી જતા અને ઉતાવળથી તેમના કટી ભાગનાં વસ્ત્રો ખસી જતાં હતાં. છાતીઓના દબાવાથી જ્યાં રસ્તો મેળવી શકાતો હતો. જેમાં પોતાના વિડલોની સાથે અથડાવાથી નગરની કુલવાન્ સ્ત્રીઓ શરમાઈને ખેદ પામતી હતી. જ્યાં નવી પરણેલી વધૂઓ પુત્રને માટે પ્રાર્થના કરતી હતી. જ્યાં મંગલિક ગીતો ગવાતાં હતાં, જ્યાં દેવીઓના સમૂહ ક્રીડા કરતા હતા. જ્યાં ચારણ ભાટો કવિતાના પાઠ ભણતા હતા. જ્યાં નગરની સ્ત્રીઓ નૃત્ય કરતી હતી. જ્યાં સેંકડો યાચકોને બાજુબંધનાં દાન અપાતાં હતાં. સ્નાત્રજલ લેવાને માટે જ્યાં ચતુરાઈ અને ખુશામતવાળા ઉદ્ગારો ઉછળતા હતા. અને જ્યાં વિવિધ પ્રકારનાં નાટકનાં વાજાઓ ઉંચે સ્વરે વાગતાં હતાં. ૧૧૪-૧૧૫ વિશેષાર્થ - ગ્રંથકારે આ છેલ્લાં બે કાવ્યથી કુમારવિહાર ચૈત્યનું સર્વ પ્રકારનું ઉપસંહાર તરીકે વર્ણન કરી બતાવ્યું છે. અને તેથી તે ચૈત્યમાં થતાં સ્નાત્રો, દર્શનની ભીડો, પ્રાર્થનાઓ, મંગલગીતો, દેવીઓની ક્રીડાઓ, ચારણ ભાટની કવિતાઓ, યાચકોને દાનો, સ્નાત્રજલને માટે માંગણીઓ અને નાટકોના વાજિંત્રોના ધ્વનિઓનું દિગ્દર્શન કરાવ્યું છે. ૧૧૪-૧૧૫ आस्तां तावन्मनुष्यः प्रकृतिमलिनधी: शाश्वतालोकचक्षुर्वक्तुं वक्त्रैश्चतुर्भिर्विधिरपि किमलं तस्य सौंदर्यलक्ष्मीम् । क्षीणाशेषाभिलाषः परमलयमयं स्थानमाप्तोऽपि यस्मि - न्नास्थां श्रीपार्श्वनाथस्त्रिभुवनकुमुदारामचंद्रश्चकार ॥ ११६ ॥ ...
SR No.023186
Book TitleKumarvihar Shatakam
Original Sutra AuthorN/A
AuthorRamchandragani, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages176
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy