________________
૧૨]
श्रीकुमारविहारशतकम् भूम्ना धूनयतोः शिरः प्रतिदिनं व्यालोक्य लोकोत्तरान् तांस्तान् यत्र विचित्ररत्नसुभगान् कुंभांस्तथा मंडपान् । साश्चर्यं प्रतितोरणं प्रतिशिलं प्रत्युत्सवं तिष्ठतो - र्भेदः कोऽपि न लक्ष्यते सहृदयैरागंतुवास्तव्ययोः ॥१०८॥
अवचूर्णिः- यत्र प्रासादे प्रतिदिनं लोकोत्तरान् विचित्ररत्नसुभगान् तान् तान् कुंभांस्तथा मंडपान् विलोक्य भूम्ना बाहुल्येन शिरो धूनयतोः साश्चर्यं साद्भुतं प्रतितोरणं प्रतिशिलं प्रत्युत्सवं तिष्ठतोरागंतुवास्तव्ययोः सहृदयैः कोपि भेदो व्यक्तिः न लक्ष्यते । आगंतुः प्राघुर्णकः ॥१०८॥
ભાવાર્થ - પ્રતિ દિવસ લોકોત્તર દિવ્ય અને વિચિત્ર રત્નોથી સુંદર એવા તે તે કલશો અને તે તે મંડપોને જોઈ પોતાના મસ્તકને અતિશય ધુણાવતા અને દરેક તોરણે, દરેક શિલાએ અને દરેક ઉત્સવ આશ્ચર્ય સહિત રહેતા એવા પરદેશી મહેમાન અને ત્યાંના વતની વચ્ચે કોઈ જાતનો ભેદ વિદ્વાન પુરૂષોના જાણવામાં આવતો ન હતો. ૧૦૮
વિશેષાર્થ - તે ચૈત્યની અંદર બહારથી આવેલો પરદેશી અને ત્યાંનો વતની – એ બંનેની વચ્ચે કોઈ જાતનો તફાવત જોવામાં આવતો ન હતો, કારણ કે ત્યાંના હંમેશના વતનીને તે ચૈત્યને જોઈ જેવું આશ્ચર્ય થતું, તેવું જ પરદેશી નવા માણસને પણ થતું હતું. હંમેશાં ત્યાં રહેલા દિવ્ય અને વિચિત્ર રત્નોથી સુંદર એવા કલશો અને મંડપો જોઈ વિદેશી અને વતની બંને સરખી રીતે મસ્તક ધુણાવતા હતા. વળી તે ચૈત્યના દરેક તોરણે, દરેક મણિમય શિલાએ અને દરેક ઉત્સવે તેઓ બંને સરખી રીતે આશ્ચર્ય પામતા હતા. તે ઉપરથી વિદ્વાન પુરૂષો પણ વિદેશી અને વતનીનો તફાવત જાણી શકતા ન હતા. ૧૦૮