________________
श्रीकुमारविहारशतकम्
૧૧)
પૂજા કરાવતા હતા. આ ઉપરથી કવિએ પાર્શ્વનાથ પ્રભુના મસ્તક પર છત્રાકારે રહેલા સપની મણિમય શોભા સૂચવી છે. ૧૦૬ मध्ये मामुपनीय दर्शय मुखांभोजं कथंचिन्मनाक् भ्रातर्यामिक कामिकस्य महतस्तीर्थस्य पार्श्वप्रभोः । इत्थं यत्र महोत्सवेषु जनतासंघहरुद्धाध्वनां वृद्धानां वचनानि कस्य करुणां वर्षति न श्रोत्रयोः ॥१०७॥ ___अवचूर्णिः- हे यामिक भ्रातः मां मध्ये उपनीय कामिकस्य महतः तीर्थस्य पार्श्वप्रभोः मुखांभोजं कथंचित् महता कष्टेनापि मनाक् ईषत् दर्शय इत्थं यत्र प्रासादे महोत्सवेषु जनतासंघट्टरुद्धाध्वनां वृद्धानां वृद्धस्त्रीणां वचनानि कस्य श्रोत्रयोः करुणां न वर्षति । जनता जनसमूहस्तस्य संघट्टः संमईः तेन रुद्धो मार्गो यासां । उपनीय प्राप्य । कामान् ददातीति कामिकः कामद इत्यर्थः ॥१०७॥
| ભાવાર્થ - “હે ભાઈ પહેરેગીર, મને કષ્ટથી વચમાં લઈ જઈ કામને આપનારા મોટા તીર્થરૂપ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું મુખકમલ જરા બતાવ” આ પ્રમાણે જે ચૈત્યના મહોત્સવમાં લોકોના સમૂહથી જેમનો માર્ગ રૂંધાયેલો છે, એવી વૃદ્ધ સ્ત્રીઓના વચનો કોના કાનમાં કરણાને વર્ષાવતાં નથી. ? ૧૦૭
વિશેષાર્થ - આ શ્લોકથી ગ્રંથકાર તે કુમારવિહાર ચૈત્યના મહોત્સવમાં થતી લોકોની ભીડનું વિશેષ વર્ણન કરે છે. તે ભીડમાં પ્રભુના દર્શનને નહીં પ્રાપ્ત કરી શકતી એવી ડોશીઓ પહેરેગીરોને પ્રાર્થના કરે છે કે, “હે ભાઈ, અમને પ્રભુના મુખકમલના જરા દર્શન કરાવ.” આ તેમનાં વચનો સાંભળી દરેક પુરૂષને કરૂણા ઉત્પન્ન થતી હતી. ૧૦૭