________________
૯૪)
श्रीकुमारविहारशतकम्
આ ઉપરથી તે ચૈત્યમાં કોઈ સ્થાને સૂર્યકાંત મણિ પણ જડેલા હતા, એમ દર્શાવ્યું છે. ૮૩ गंधारग्रामगीतध्वनिभिरविरतं यत्र तारं स्पृशभिः श्रद्धाव्यस्तव्यवस्थैरहमहमिकया मंगलोल्लूलघोषैः । ध्वस्तेऽन्योन्यं विशेषे श्रुतिसदसि सुधावर्षिणि व्यर्थयंत्यः किंनर्यो देवताभ्यः सततगुरुरुषो देवताः किंनरीभ्यः ॥८४॥
अवचूर्णिः- यत्र प्रासादेऽविरतं निरंतरं तारं स्पृशद्भिर्गंधारग्रामगीतध्वनिभिरहमहमिकया श्रद्धाव्यस्तव्यवस्थैः मंगलोल्लूलघोषैः सुधावर्षिणि श्रुतिसदसि अन्योन्यं विशेषे ध्वस्ते सति सततगुरुरुषः किंनर्यो देवताभ्यः किंनरीभ्यो सततगुरुरुषः देवताः व्यर्थयंत्यः संति । तारं स्वरविशेषं । गंधारग्रामौ रागौ । श्रद्धया वासनया व्यस्ता क्षिप्ता व्यवस्था क्रमो यैः । अहंपूर्वं अहंपूर्वमिति अहमहमिका । उल्लूलो मंगलध्वनिः ॥८४॥
ભાવાર્થ - જે કુમારવિહાર ચૈત્યની અંદર કિનારીઓના તાર ધ્વનિને સ્પર્શ કરનારા ગંધાર ગ્રામ રાગના અવાજોથી હું પહેલી હું પહેલી” એમ ચડસાચડસીથી વાસના વડે કમને તોડી થતા એવા દેવીઓના મંગલ ઘોષથી અમૃતને વર્ષાવનારા શ્રુતિ - શ્રવણગૃહમાં પરસ્પર એકબીજાના ઉંચા ગાયનનો તફાવત ઉડી જવાથી કિનરની સ્ત્રીઓ દેવીઓ ઉપર ભારે રોષ કરી તેમના ગાયનને વ્યર્થ કરતી હતી અને દેવીઓ કિનરની સ્ત્રીઓ ઉપર ભારે રોષ કરી તેમના ગાયનને વ્યર્થ કરતી હતી. ૮૪
વિશેષાર્થ - કુમારવિહાર ચૈત્યની અંદર આવેલા સંગીતગૃહમાં કિંમરની સ્ત્રીઓ ગીતધ્વનિ અને દેવીઓ મંગલધ્વનિ કરવા આવે છે. તે વખતે તેમની વચ્ચે હું પહેલી ગાઉ, હું પહેલી ગાઉ એવી