________________
श्रीकुमारविहारशतकम्
૯૩
मध्यं वा मंडपो वा बहिरजिरमथो नाट्यलीलागृहं वा यत्र स्थानं न किंचित्प्रसभमसुमतां यन्न रुद्धं सहस्रः । तीव्रांशुग्राववेदीतलमनलकणवातसंपातदुःस्थै
र्दूरस्थैर्वीक्ष्यमाणं पुनरहनि जनैः शून्यपार्श्व सदैव ॥८३॥ ___अवचूर्णि:- यत्र प्रासादे मध्यं वा अथवा मंडपः अथो बहिरजिरं वा अथवा नाट्यलीलागृहं तत् किंचित् स्थानं नास्ति यत् प्रसभं हठात् असुमतां सहस्रैः निरुद्धं व्याप्तं न । पुनः अहनि दिने सदैव अनलकणवातसंपातदुःस्थैर्दुःखितैः दूरस्थैः जनैः वीक्ष्यमाणं तीव्रांशुग्राववेदीतलं शून्यपार्श्व अस्तीत्यध्याहार्यं । तीव्रांशुः सूर्यः तस्य ग्रावाणः सूर्योपलाः ॥८३॥
ભાવાર્થ - જે કુમારવિહાર ચૈત્યનો મધ્ય ભાગ, મંડપ, બાહરનું આંગણું અને નાટ્યલીલાનું ઘર - કે કોઈ બીજું એવું સ્થાન ન હતું કે જે હજારો મનુષ્યોએ હઠથી રોકેલું ન હોય? અર્થાત્ તેના બધા સ્થાનો માણસોથી ભરપૂર હતા. માત્ર સૂર્યકાંતમણિની વેદીનું તળીયું કે જે દિવસના ભાગમાં તેમાંથી નીકળતા અગ્નિના તણખાના સમૂહ પડવાથી દુઃખી થઈ દૂર રહેલા લોકોએ જોયેલું હોવાથી સદાકાલ શૂન્ય રહેલું હતું. ૮૩ ' વિશેષાર્થ - કુમારવિહાર ચૈત્યની અંદર હજારો માણસો પૂજન અને દર્શન કરવાને આવતા હતા કે, જેથી કરીને તેનો મધ્ય ભાગ, મંડપ, બાહરના આંગણાં, અને નાટ્યગૃહ વગેરે બધાં સ્થાનો તેઓથી ભરપૂર થઈ જતાં હતાં. કોઈ પણ તેનું સ્થાન માણસ વગરનું ન હતું, પણ એક સૂર્યકાંત મણિનું રચેલું વેદીનું તળીયું ફક્ત શૂન્ય દેખાતું હતું. કારણ કે, દિવસના ભાગમાં સૂર્યના તેજથી તે તળીયામાંથી અગ્નિના તણખા નીકળતા, એટલે દાઝવાના ભયથી લોકો તેનાથી દૂર રહેતા હતા.