________________
श्रीकुमारविहारशतकम्
૮૩
ભાવાર્થ - જે કુમારવિહાર ચૈત્યની અંદર પક્ષીઓ પોતાની માદાઓના પ્રતિબિંબની પાસે પોતાનું ક્રીડા કરતું પ્રતિબિંબ જોઈ પરપુરૂષની બુદ્ધિથી પોતાની ગાત્ર રૂપ યષ્ટિને (લાકડીને) તત્કાલ કંપાયમાન કરતા, નેત્રોને રાતા કરતા, અને પોતાની ચંચુથી તથા નખ રૂપ વજોથી તેની ચિત્ર સહિત રત્નમય દીવાલો પર તાડન કરતા તે ચૈત્યના રક્ષકોના ગણને હેરાન કરે છે. ૭૪
વિશેષાર્થ – આ કાવ્યથી કવિ કુમારવિહાર ચૈત્યની રત્નમય દીવાલોનું યુક્તિથી વર્ણન કરે છે. તે ચૈત્યની અંદર એવી સુંદર રત્નમય દીવાલો આવેલી છે કે, જેમાં પક્ષીઓના નરમાદા આવી ક્રીડા કરે છે. નર પક્ષીઓ તે રત્નમય દીવાલની અંદર પોતાના પ્રતિબિંબને માદાઓની સાથે ક્રીડા કરતાં જોઈ બીજા નરની શંકા લાવે છે, તેથી તેઓ પોતાના શરીરને કંપાવી અને ક્રોધથી રાતા નેત્રો કરી ચાંચોથી અને નખોથી તે દીવાલો ઉપર પ્રહાર કરે છે, આથી તેના રખવાળોને ઘણી હેરાનગતિ ભોગવવી પડે છે. ૭૪
अस्ति स्वस्तिप्रशस्तिः शिवपुरसरणिः कार्मणं लोचनानां तंत्रं मंत्रोऽथ लक्ष्म्या हठहरणविधौ नाथ चैत्यं पृथिव्याम् । एवं यस्य स्वरूपं सदसि निशमयन् जंभभेदी सुरेभ्यः प्रत्यूहव्यूहमंतः कलयति मधुरां तुंबुरोर्गानकेलिम् ॥७५॥
___ अवचूर्णिः- हे नाथ ! स्वस्ति कल्याणानां प्रशस्तिः वर्णपट्टिका शिवपुरस्य सरणिः मार्गः लोचनानां कार्मणं वशीकरणं लक्ष्म्या हठहरणविधौ तंत्रं अथ वार्थे मंत्रः पृथिव्यां चैत्यं प्रासादोऽस्ति एवं अनेन प्रकारेण सदसि यस्य प्रासादस्य स्वरूपं सुरेभ्यः सुरसकाशात् निशमयन् शृण्वन्