________________
श्रीकुमारविहारशतकम्
लोचनानां सहस्रमिव भूयः श्रुतिरसनशिरःपाणिपंकेरुहाणां सहस्रं स्पृहयति। यस्मिन्नधि यदधि प्रासादमध्ये इत्यर्थः ‘विभक्तिसमीप.' (सिद्धहेम. ३/ १/३९) इति सूत्रेणाव्ययीभावसमासः। जंभारातिः इंद्रः । निर्गछन्नेत्रांबुस्नपितः। સદમિત્ર “દેલ્યવં વા’ (સિદ્ધહેમ, ૨/૨/ર૬) તિ દ્વિતીયા ! रसनाशब्दः पुंस्त्रीलिंगः ॥७०॥
ભાવાર્થ - જે કુમારવિહાર ચૈત્યની અંદર વાસ કરીને રહેલા દેવાધિદેવ પ્રભુનો ત્રણ ભુવનને પૂજ્ય એવો ગુણોનો સમૂહ વારંવાર સાંભળવાને, તેમના સૌંદર્યની પ્રશંસા કરવાને, તેમને નમવાને, અને તેમની પૂજા કરવાને ઉત્પન્ન થયેલા પ્રેમાશ્રુથી ન્હાએલો ઈંદ્ર હંમેશાં પોતાના નેત્રોની જેમ હાર કાન, જિલ્લા, મસ્તક અને હસ્ત કમલોની સદા સ્પૃહા રાખે છે. ૭૦
વિશેષાર્થ - તે કુમારવિહાર ચૈત્યની અંદર રહેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુના ગુણોને સાંભળવાને, તેમના સૌંદર્યની પ્રશંસા કરવાને, તેમને નમવાને અને તેમની પૂજા કરવાને ઈંદ્ર એટલો બધો ઉત્સુક છે કે, તેને માટે જેમ પોતાને હજાર નેત્રો છે, તેવી રીતે હજાર કાન, હજાર જિલ્લા, હજાર મસ્તક અને હજાર હાથની ઈચ્છા કરે છે. અર્થાત્ તે મનમાં એવું ધારે છે કે, “જેમ મારે હજાર આંખો છે, તેમ જે હજાર કાન, હજાર જીભો, હજાર મસ્તકો અને હજાર હાથો હોય તો વધારે સારું. તેનાથી હું આ પાર્શ્વનાથ પ્રભુના ગુણોનું શ્રવણ, તેમની સૌંદર્યની પ્રશંસા અને તેમની પૂજા કરી મારા આત્માને કૃતાર્થ કરું. કહેવાનો આશય એવો છે કે, તે કુમારવિહાર ચૈત્યની અંદર રહેલી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા એવી મહિમાવંત હતી, કે જેને માટે ઈંદ્ર આવી ઉત્તમ સ્પૃહા રાખતો હતો. ૭૦