________________
श्रीकुमारविहारशतकम्
કેશ લતાને દહન કરતાં નથી, પણ ઉલટા સૂવર્ણ પુષ્પોના સમૂહના જેવી શોભાના કલાપને પોષણ કરે છે. ૬૦
વિશેષાર્થ - કુમારવિહાર ચૈત્યની અંદર વારાંગનાઓ નૃત્ય કરવા આવે છે, તે વખતે સૂર્યકાંતમણિઓમાંથી અગ્નિના તણખાઓ નીકળી તેમના લલાટ ઉપર પડે છે. પરંતુ દેવાધિદેવના પ્રભાવથી તેમના કેશ બળી જતા નથી, પણ તેનાથી ઉલટા સુવર્ણ પુષ્પો તેની ઉપર ગુંથ્યા હોય, તેવો દેખાવ થાય છે, આ ઉપરથી સૂર્યકાંત મણિઓની સમૃદ્ધિ, વારાંગનાઓની નૃત્યપૂજા અને દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ પ્રભુનો પ્રભાવ વર્ણવ્યા છે. ૬૦ यस्मिन्नावर्त्तयंत्याः सहृदयहृदयानंदकान् दृष्टिभेदान् तन्वंत्यास्तालगीतस्फुटपटहमृदंगानुगां लास्यलक्ष्मी । नृत्यन् बिंबोपनीतैर्नवनवकरणैर्हस्तचारीप्रपंचैनर्तक्याः स्तंभ एकः स्पृशति रजतभूनर्तनाचार्यलीलाम् ॥६१॥
___ अवचूर्णि:- यस्मिन् प्रासादे सहृदयहृदयानंदकान् दृष्टिभेदान् आवर्त्तयंत्याः कुर्वत्याः तालगीतस्फुटपटहमृदंगानुगां सदृशी लास्यलक्ष्मी नाटक लक्ष्मी तन्वंत्याः नर्त्तक्याः बिंबोपनीतैः प्रतिबिंबप्राप्तैः नवनवकरणैरंगादिवालनैः हस्तचारीप्रपंचैः हस्तचालननिवहैः नृत्यन् रजतभूः एक स्तंभः नर्त्तनाचार्यलीला स्पृशति । "लास्यं नाट्यं च तांडवं' इति નામમીની .
ભાવાર્થ - તે કુમારવિહાર ચૈત્યની અંદર એક રૂપાનો સ્તંભ હતો. તેની અંદર સહદય પુરૂષોના હૃદયને આનંદ આપનારા કટાક્ષોને દર્શાવતી, તાલ, ગીત, ઢોલક અને મૃદંગને અનુસરી નાચની શોભાને વિસ્તારતી એક નર્તકીના નવનવા હાથના અભિનય - લટકા પ્રતિબિંબિત