________________
श्रीकुमारविहारशतकम्
વિશેષાર્થ - તે ચૈત્યમાં રહેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુને શ્રાવકો ચંદ્રકાંત તથા રૂપાના જલ કલશોથી સ્નાત્ર કરાવે છે, તે વખતે પ્રભુના મસ્તક પર તે કલશોની ઉલ કાંતિ પડવાથી તે જલ વગરના થયા હોય તો પણ તેની કાંતિને લઈને તે શ્રાવકો કલશમાંથી જલ પડે છે, એવું ધારી સ્નાત્ર કરતાં વિરામ પામતા નથી. અર્થાત્ કલશ ખાલી થઈ ગયા હોય તો પણ તેઓ તેને મસ્તક પર ધરી રાખે છે, કારણ કે, કલશની ઉજ્વલ કાંતિને તેઓ જલની ધારા પડે છે, એમ માની પ્રભુના મસ્તક પર તે કલશો ધરી રાખે છે. તે ચૈત્યમાં હંમેશાં શ્રાવકો તરફથી ચંદ્રકાંત તથા રૂપાના કલશોથી પ્રભુને સ્નાત્ર કરાવવામાં આવે છે, એમ દર્શાવ્યું છે. ૫૯
सूर्यग्रावोत्थितानां चलचमरमरुद्विस्फुरच्चापलानां खेलन्नर्चिःकणानां पणहरिणदृशां भालरंगे समूहः । यस्मिन् देवानुभावाजलयति न परं वल्लरीः कुंतलानां पुष्णाति स्वर्णपुष्पप्रकरपरिचितं किंतु शोभाकलापम् ॥६०॥
अवचूर्णि:- यस्मिन् प्रासादे सूर्यग्रावोत्थितानां चलचमरमरुद्विस्फुरच्चापलानां अर्चिःकणानां समूहः पणहरिणदृशां भालरंगे खेलन् देवानुभावात् परं केवलं कुंतलानां वल्लरीः न ज्वलयति किंतु स्वर्णपुष्पप्रकरपरिचितं शोभाकलापं पुष्णाति स्वर्णपुष्पप्रकरस्य शेखरस्य परिचितं सदृशम् ॥६०॥
ભાવાર્થ - જે ચૈત્યની અંદર આવતી વારાંગનાઓના લલાટ ઉપર સૂર્યકાંતમણિમાંથી ઉડેલા જ્વાલાઓના તણખા આવે છે, કે જે તણખાઓ વીંજાતા ચામરના પવનથી ચપલ અને સ્કુરાયમાન છે. તથાપિ તે તણખાઓ શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રભાવથી વારાંગનાઓની