________________
( ૭૪ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
| હું રામ નથી, મારે કાંઈ પણ ઈચ્છા નથી, પદાર્થોને વિષે મારું મન નથી, આત્માને વિષે જિનેશ્વરની જેમ હું શાંતિ ધારણ કરવા ઈચ્છું છું. ૩૪.
सर्वज्ञो जितरागादिदोषस्त्रलोक्यपूजितः ।
यथास्थितार्थवादी च, देवोर्हन् परमेश्वरः ॥ ३५॥ ત્રિ૦ [ ૨૦, પર્વ ૬, g૦ ૨૭૨, ઋો૨૧.(૫૦ લ૦)
લેક અલોક સર્વને જાણનારા, રાગાદિક દોષને જીતનારા, ત્રણ લોકે પૂજેલા અને વસ્તુના યથાર્થ–સત્ય સ્વરૂપને કહેનારા અરિહંત દેવ જ પરમેશ્વર છે. ૩૫.
अनध्ययनविद्वांसो निर्द्रव्यपरमेश्वराः । अनलङ्कारसुभगाः पान्तु युष्मान् जिनेश्वराः ॥ ३६ ॥
સુવો, ચા : ૧, પૃ. ૨૪૨ ( ગાસ) ભણ્યા વિના જ વિદ્વાન, દ્રવ્ય વિના જ પરમેશ્વર અને અલંકાર વિના જ મનોહર એવા જિનેશ્વરો તમારું રક્ષણ કરો. ૩૬.
वीतरागं स्मरन् योगी, वीतरागत्वमश्नुते । ईलिका भ्रमरीभीता, ध्यायन्ती भ्रमरी यथा ॥ ३७ ।।
૩૫૦ તર૦, g૦ ૨૮૮ (૨૦ વિ૦ ૦ ). જેમ ભમરીથી ભય પામેલી ઈયળ ભમરીનું જ ધ્યાન કરતાં ભમરી રૂપ જ થઈ જાય છે, તેમ યોગી વીતરાગનું ધ્યાન કરતાં વીતરાગ પણાને પામે છે. ૩૭.