________________
( ૭૦ )
સુભાષિત-પદ્ય-રત્નાકર.
અરિહંત ભગવાન ઈન્દ્રથી પૂજાએલા છે, સિદ્ધ ભગવાને મેક્ષમાં રહેલા છે, પૂજ્ય આચાર્ય મહારાજે જેનશાસનની ઉન્નતિ કરવામાં લાગેલા છે, ઉપાધ્યાય મહારાજે સિદ્ધાન્તને ભણાવનારા છે; અને મુનિવરે જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ ત્રણ રત્નનું આરાધન કરનારા છે–એવા ગુણવાળા આ પાંચે પરમેષ્ઠિઓ હમેશાં તમારું કલ્યાણ કરો. ૨૫. देवोऽनेकभवार्जितोर्जितमहापापप्रदीपानलो
देवः सिद्धिवधूविशालहृदयालङ्कारहारोपमः । देवोऽष्टादशदोषसिन्धुरघटानिर्भेदपश्चाननो भव्यानां विदधातु वाञ्छितफलं श्रीवीतरागो जिनः।।२६॥
पंचप्रतिक्रमण, सकलार्हत्स्तोत्र, श्लो० ३२.
- અનેક ભવમાં ઉપાર્જિત કરેલાં બળવાન અને મેટાં પાપને બાળી નાંખવામાં દીવાના અગ્નિ સમાન, સિદ્ધિરૂપી સ્ત્રીના વિશાળ હૃદયને શોભાવનાર હારનાં સમાન, અને અઢાર દોષ રૂપી હાથીઓના ગણ્યસ્થળને ભેદવામાં સિંહ સમાન એવા શ્રી વીતરાગ જિનેશ્વર પ્રભુ ભવ્ય મનુષ્યને ઇચ્છિત ફળ આપે ૨૬.
ख्यातोऽष्टापदपर्वतो गजपदः सम्मेतशैलाभिधः,
श्रीमान् रैवतकः प्रसिद्धमहिमा शत्रुञ्जयो मण्डपः । वैभारः कनकाचलोबुंदगिरिः श्रीचित्रकूटादयस्तत्र श्रीऋषभादयो जिनवराः कुर्वन्तु वो मङ्गलम् ॥२६॥
पंचप्रतिक्रमण, सकलार्हत्स्तोत्र, श्लो० ३३.