________________
सामनि-81-मित-नि-तुति. (43) दग्धोऽग्निना क्रोधमयेन दष्टो
दुष्टेन लोभाख्यमहोरगेण । ग्रस्तोऽभिमानाजगरेण मायाजालेन बद्धोऽस्मि कथं भजे त्वाम् १ ॥६॥
रत्नाकरपं०, श्लो० ५. હે પ્રભુ ! ક્રોધમય અગ્નિવડે હું બળી ગયેલ છું, લોભ નામના દુષ્ટ મેટા સર્પ વડે ડસા છું, અભિમાનરૂપી અજગરવડે હું ગળા છું, અને માયારૂપી જાળવડે હું બંધાય છું. તેથી તમને શી રીતે ભજું ? ૬. वैराग्यरङ्गः परवञ्चनाय,
धर्मोपदेशो जनरञ्जनाय । वादाय विद्याऽध्ययनं च मेऽभूत् , कियद् ब्रुवे हास्यकरं स्वमीश! ॥७॥
रत्नाकरपं०, श्लो० ९. હે સ્વામી ! મારો વૈરાગ્યનો રંગ પરને છેતરવા માટે થયે, ધર્મને ઉપદેશ લેકેને રંજન કરવા માટે થયે, તથા મારો વિદ્યાભ્યાસ વાદ-વિવાદને માટે થયે. આ રીતે હાંસીને પાત્ર મારી ચેષ્ટા હું આપને કેટલી કહું ? ૭. परापवादेन मुखं सदोषं
नेत्रं परस्त्रीजनवीक्षणेन ।