________________
( ૧૧૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર.
જ્ઞાન, દર્શન અને સીલ ( ચારિત્ર ) નું સર્વદા પોષણ કરવું, તથા ક્ષણે ક્ષણે રાગ દ્વેષ વગેરે દોષોને નાશ કરે. ૬.
તે ભગવાનની આટલી જ આજ્ઞા કર્મરૂપી વૃક્ષોને કાપવામાં કુહાડી સમાન છે, સમગ્ર દ્વાદશાંગીના અર્થની સાર ભૂત છે, અને તે અત્યંત દુર્લભ છે. માટે આ આજ્ઞાનું પાલન કરવું એ જ ઉત્તમ અર્થને સાધનાર છે. પ-૭. શ્રીૌતમસ્વામીને નમસ્કાર --
सर्वारिष्टप्रणाशाय, सर्वाभीष्टार्थदायिने । सर्वलब्धिनिधानाय, श्रीगौतमस्वामिने नमः ॥८॥
સર્વ પાપનો નાશ કરનાર, સર્વ ઈચ્છિત વસ્તુને આપનાર, સર્વ પ્રકારની લબ્ધિના ભંડાર સમાન શ્રીૌતમસ્વામીને નમસ્કાર થાઓ ૮.
સમાપ્ત કર્યું
ને