________________
( ૧૨૩ર )
સુભાષિત-પ-રત્નાકર
હે લક્ષ્મી ! લેકેનું આ કડવું કથન તું સહન કર, કે તારા દશનથી લેકે અંધ થઈ જાય છે, એ વાત ખરી જ છે. જે ખરી ન હોય તે કમળના પત્ર જેવા નેત્રવાળા નારાયણ (વિષ્ણુ) શેષનાગના શરીરરૂપી શય્યામાં કેમ સૂવે? –તે તું કહે. ૫૯.
मदिरामदमत्तोऽपि, किं शृणोति च पश्यति । राज्यश्रीमदमत्तस्तु, न शृणोति न पश्यति ।। ६० ॥
सूक्तमुक्तावली. पृ० १५८, रत्नो० ५, ( हि० हं० )* મદિરાના મદથી ઉમત્ત થયેલે માણસ પણ કાંઈક સાંભળે છે અને કાંઈક દેખે પણ છે, પરંતુ રાજ્યલક્ષમીના મદથી ઉન્મત્ત થયેલા પુરુષ તે કાંઈ પણ સાંભળતો નથી અને તે પણ નથી. ૬૦.
यानि द्विषामप्युपकारकाणि, ___ सोन्दुरादिष्वपि गतिश्च । शक्या च नापन्मरणामयाद्या, हन्तुं धनेष्वेषु क एव मोहः १ ॥ ६१ ॥
अध्यात्मकल्पद्रुम, अधिकार ४, पृ० ४३. श्लो० १. જે પૈસા શત્રુને પણ ઉપકાર કરનારા થઈ પડે છે, જે પસાથી સર્પ, ઉંદર વગેરેમાં ગતિ થાય છે, જે પૈસા મરણ રોગ વગેરે કોઈ પણ આપત્તિઓ દૂર કરવાને શક્તિમાન નથી તેવા પૈસા ઉપર મેહશે? ૬૧.