________________
( ૧૪૩૨)
સુભાષિત-પદા-રત્નાકર
દાનની જરૂર यदि पुत्राद् भवेत् स्वर्गों दानधर्मो न विद्यते । પુષિતeત્ર રોજsધ, વાનપણ નિરજ | ૨૮
उत्तराध्ययन टीका ( कमलसंयम ), पृ० २७३. જે પુત્રથી રવ પ્રાપ્ત થતું હોય અને દાનધર્મ છે જ નહીં, તે તેમાં આ સમગ્ર લેક ઠગાયો છે, અને દાનધમ વ્યર્થ પડે છે. માટે તે વાત સત્ય નથી.) ૩૮. દાનને માટે જરૂરી સામગ્રી
पात्रं क्षेत्र ददिर्वप्ता, धनं बीजं शमो जलम् । वाक्यं वातो यशः पुष्प, फलं पुण्यं सुखं रसाः ॥३९॥
વાર્શ્વનાથ (ma ), સ , ર૦૧૩ (અ.લ.ઇ) (આ લેકમાં ખેતી અને દાનને સરખાં ગણીને તેમાં જરૂરી ચીજોનું ક્રમવાર વર્ણન આપ્યું છે) દાનમાં પાત્ર જોઈએ, ખેતીમાં જમીન જોઈએ; દાનમાં દાતાર જોઈએ, ખેતીમાં વાવનાર જોઈએ; દાનમાં ધન જોઈએ, ખેતીમાં બીજ જોઈએ; દાનમાં શાંતિ જોઈએ, ખેતીમાં પાણી જોઈએ. દાનમાં (મીઠી) વાણી જોઈએ, ખેતીમાં (અનુકૂળ) વાયુ જોઈએ; દાન પછી યશ મળે છે, ખેતીમાં ફૂલ આવે છે. દાનનું ફળ પુણ્ય થાય છે, ખેતીમાં ફળ આવે છે. દાનથી (છેવટે સુખ થાય, છે; ખેતીથી (છેવટે) (અનેક પ્રકારના) રસો થાય છે. (દાન અને ખેતીમાં ઉપર વર્ણન વેલી ચીજોમાં જે જે વસ્તુ જેવી જેવી સારી બેટી મળે તેવું તેવું સારું બેટું પરિણામ સમજવું.) ૩૯.