________________
( ૧૪૩૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર
मुदिता सद्गुणे तुष्टिर्माध्यस्थ्यं पाप्युपेक्षणम् ॥३१॥ વાર્શ્વનાશવંત્ર (Tઘ લ ૬, ૦ ૩૮૧ (ા. જિ. .)
પારકાના હિતને વિચાર તે મૈત્રી ભાવના, પારકાના દુઃખને છેદવાની બુદ્ધિ તે કરુણુ ભાવના, સદ્ગુણે ઉપર પ્રેમ તે પ્રમોદ ભાવના અને પાપીની ઉપેક્ષા કરવી તે માધ્યસ્થ ભાવના જાણવી. ૩૧. અનિત્ય ભાવનાઃ
मन्ये यथाऽभ्रपटलमिदमग्रे व्यशीर्यते । तथाऽन्यदपि संसारे, सर्व क्षणविनश्वरम् ॥ ३२ ॥ પાર્શ્વનાથવરિત્ર ), ૨, ૦ ૭૪ર (ય. )
જેવી રીતે (આપણે) સામે આ વાદળાં વેરાઈ જાય છે તેની માફક સંસારમાં બીજી બધી વસ્તુઓને હું ક્ષણમાં નાશ થવાવાળી માનું છું. ૩૨.
विधुदुद्योतवल्लक्ष्मीरिष्टानां सङ्गमाः पुनः । मार्गस्थतरुविश्रान्तसार्थसंयोगसन्निभाः ॥ ३३ ॥ પાર્શ્વનાથatત્ર (વ), a , ઋ૦ ૭૪ર (ચ, વિ. .)
લક્ષમી વિજળીના ચમકારા જેવી અને ઈષ્ટ વસ્તુઓના સંગે માર્ગમાં રહેલ ઝાડવાઓ નીચે આરામ લેવા બેઠેલા કાફલાના સંગે જેવા (અસ્થિર) સમજવા. ૩૩.
रमणीयं कियत्कालं, तारुण्यं शक्रचापवत् । प्रियाणामपि निर्वाह, स्नेहरङ्गः पतङ्गवत् ।। ३४ ।। પાર્શ્વનાથવરિત્ર (૫૪), a , ઋો. ૭૪ર (રા. શિ. )