________________
પક્ષપાત ( ૨૨૮)
૩
પક્ષપાતનું પ્રાબલ્ય –
सुखेन त्यज्यते भोगः, सुखेन त्यज्यते धनम् । सुखेन त्यज्यते स्त्र्यादिः, पक्षपातस्तु दुस्त्यजः ॥ १॥
| મુનિ હિમાંશુવિકા સંસારના ભેગે છોડવા સહેલા છે, ધનનો ત્યાગ કરે સુકર છે, સ્ત્રી પુત્ર ઘરબાર વગેરે પદાર્થોને ત્યાગવા પણ સહેલા છે, પણ પક્ષપાત(દષ્ટિરાગ)ને ત્યાગ કરે તે બહુ જ કઠીન-મુશ્કેલ છે. ૧. પક્ષપાતથી નુકશાન –
पक्षपातो भवेद् यस्य, तस्य नाशो भवेद् ध्रुवं । दृष्टं खगकुलेष्वेवं, तथा भारत ! भूमिषु ॥ २॥
હે અર્જુન ! જેનામાં પક્ષપાત હોય છે તેનો નાશ નક્કી થાય છે. (આ વાત ) પક્ષીઓના સમૂહમાં જોવામાં આવે છે. તે જ પ્રમાણે પૃથ્વી માટે પણ સમજવી. (એટલે કે પક્ષીને પક્ષપાત એટલે કે પાંખને નાશ થાય તે તે જેમ પૃથ્વી પર પડે છે તેમ પક્ષપાત કરનાર માનવી પણ નાશ પામે છે.) ૨.