________________
દરિદ્રતા
( ૧૩૨૧ )
તથા ખર્ચને વિચાર કરતો નથી તે મનુષ્યની પાસે હું સદા રહું છું. પ. દરિદ્રી મનસ્વી –
अत्यन्तविमुखे दैवे, व्यर्थे यत्ने च पौरुषे । मनस्विनो दरिद्रस्य, वनादन्यत् कुतः सुखम् १ ॥ ६ ॥
ભાગ્ય અત્યંત વિપરીત-પ્રતિકૂળ હોય અને તેને લીધે યત્ન અને પુરુષાર્થ વ્યર્થ થતા હોય, તેવે સમયે, દરિદ્રી થયેલા પંડિત પુરુષને વન સિવાય બીજે ક્યાં સુખ મળે? (તેવાને વનવાસ જ યોગ્ય છે.) ૬. દરિદ્રી અને ધની – द्वाविमौ सलिले पात्यौ, गले बद्धवा दृढां शिलाम् । धनिनं चाप्रदातारं, दरिद्रं चातपस्विनम् ॥ ७ ॥
જે માણસ ધનવાન છતાં દાન આપતે ન હોય, અને જે માણસ દરિદ્ર (ધનરહિત) છતાં તપસ્વી ન હેય, આવા બને માણસને તેના કંઠે મોટી શિલા બાંધીને જળમાં (સમુદ્ર અથવા કૂવામાં) નાખવા જોઈએ. (કેમકે દાન અને તપાસ્યા વિનાનું જીવિત નિષ્ફળ છે). ૭. દરિદ્રતાનું ફળ – माता निन्दति नाभिनन्दति पिता भ्राता न सम्भाषते,
भृत्यः कुप्यति नानुगच्छति सुतः कान्ता च नालिङ्गति ।