________________
લાથ
( ૧૩૧૭ ) ભવિષ્યમાં જેવું થવાનું હોય, તેવી જ પ્રથમથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તે જ ઉદ્યમ પ્રાપ્ત થાય છે, અને સહાયકારક પણ તેવા જ મળે છે. ૩૨. ભાગ્યાધીન ફળ – कर्मायत्तं फलं पुंसां, बुद्धिः कर्मानुसारिणी ॥ तथापि सुधियश्चार्याः, सुविचार्यैव कुर्वते ॥ ३३ ॥
વૃદ્ધવાળાનોતિ, થાય ૨૩, ૬૮. જે કે પુરુષને પિતાના ઉદ્યમનું ફળ મળવુ તે કર્મને જ (નસીબને જ) આધીન છે, અને ઉદ્યમ કરવાની સારી નરસી બુદ્ધિ પણ કર્મનસીબ)ને જ અનુસરીને થાય છે, તેપણ બુદ્ધિમાન સજજન સારી રીતે વિચારીને જ કાર્ય કરે છે. (અર્થાત્ નસીબની કોઈને ખબર હતી નથી તેથી નસીબ ઉપર જ માત્ર આધાર રાખી બેસી રહેવું યોગ્ય નથી, પરંતુ સારી રીતે વિચારકરા પૂર્વક કાર્ય કરવું. તેનું ફળ સારું કે નરસું આવે તેમાં હર્ષ કે શેક કરવો નહીં)૩૩. ભાગ્ય આગળ શેક નકામે–
मा विषीद कृतं बाष्पैः, फलं मर्षय कर्मणाम् । सत्यं विषादशोकाभ्यां, न दैवं परिवर्तते ॥ ३४ ॥
| નવરાત, એ ર૦ - તું ખેદ ન પામ, આંસુ પાડવાથી સયું–આંસુ ન મૂક, કર્મના ફળને વિચાર કર! વિષાદ અને શેક કરવાથી કાંઈ દેવ (ભાગ્ય) ફરી જતું નથી, એ સત્ય જ છે. ૩૪.