________________
પાનનીતિ (૩)
રાજ્યનું ફળ –
दानं प्रजापरित्राणं, न्यायो• जनरञ्जनम् । राज्यकल्पद्रुमस्येता विपुलाः फलसम्पदः ॥ १ ॥
ધર્મકુમ, ૦ ૭૮, મો. ક. ( - ) દાન દેવું, પ્રજાનું રક્ષણ કરવું, ન્યાયથી વર્તવું, ધન ઉપાર્જન કરવું અને લોકોને રાજી કરવા આ સર્વ રાજ્યરૂપી કલ્પવૃક્ષની વિશાળ ફળ-સંપદાઓ છે. ૧. રાજ્યની શોભાનાં સાધનો – वापीवप्रविहारवर्णवनितावाग्मी वनं वाटिका,
वैद्यब्राह्मणवारिवादिविबुधा वेश्या वणिग् वाहिनी । विद्या वीरविवेकवित्तविनया वाचंयमा वल्लिका,
वस्त्रं वारणवाजिवेसरवरं राज्यं ववे शोभते ॥ २॥
વાવ, વપ્ર ( કિલે), વિહાર (મહેલ), વર્ણ, વનિતા ( સ્ત્રી ), વાચાળ, વન, વાડી, વૈદ્ય, બ્રાહ્મણ (બ અને વ એક જ હોવાથી બ્રાહ્મણ), વારિ (જળ), વાદી, વિબુધ (પંડિત), વેશ્યા, વણિક, વાહિની (સેના અથવા