________________
( ૧૦૮૮ ) સુભાષિત-પદ્ય-રત્નાકર
હે જીવ! ક્ષણ, પ્રહર, દિવસ અને માસ વગેરેના મિષથી આયુષ્યના દળિયાં જતા રહે છે એમ તું જાણે છે; છતાં રાત્રિને વિષે તું નિદ્રાને વશ કેમ થાય છે? જરા પણ પ્રમાદ કરે એગ્ય નથી. ૩. આયુષ્યની ચંચળતા –
विषयामिषलोलुब्धा मन्यन्ते शाश्वतं जगत् । आयुर्जलधिकल्लोललोलमालोकयन्ति न ॥ ४ ॥
રૂપરેશપ્રાસાર માગ ૨, પૃ. ૨૦. ( સ.) વિષયરૂપી માંસને વિષે અત્યંત લુબ્ધ થયેલા મનુષ્ય આ જગતને (જગતમાં રહેલા પદાર્થોને ) શાશ્વત (નિત્ય રહેનારું) માને છે, પરંતુ સમુદ્રના તરંગ જેવા ચપળ આયુષ્યને જોતા નથી–જાણતા નથી. ૪.
आयुर्वर्षशतं नृणां परिमितं रात्रौ तदधं गतं, ___ तस्यार्धस्य परस्य चार्धमपरं बालत्ववृद्धत्वयोः ।
शेषं व्याधिवियोगदुःखसहित सेवादिभिर्नीयते, - जीवे वारितरगचञ्चलतरे सौख्यं कुतः प्राणिनाम् ॥५॥
વૈરાગત (મો ), ડો. જે. મનુષ્યના આયુષ્યનું પ્રમાણ સો વર્ષનું છે, તેમાંથી રાત્રિના ભાગનું અર્ધ ગયું. બાકીના અર્ધમાંથી બાળપણમાં અને વૃદ્ધપણામાં બીજું અર્ધ ગયું, બાકીનું જે અર્ધ રહ્યું તે વ્યાધિ અને વિયોગના દુઃખ સહિત પરની સેવા–નેકરીવગેરેમાં વ્યતીત થાય છે. આ રીતે જળના તરંગ જેવું અતિ ચંચળ છવિત હોવાથી પ્રાણીઓને સુખ કયાંથી હોય? ૫.