________________
( ૧૦૦૩ ) આ જગતમાં તેવી કોઈ કળા નથી, તેવું કઈ જ્ઞાન નથી, તેવી કોઈ બુદ્ધિ નથી અને તેવું કઈ બળ નથી કે જેના વશથી ચપળ નેત્રવાળી સ્ત્રીઓનું ચરિત્ર જાણી શકાય. ૧૩. વિધવા સ્ત્રીને ત્યાજ્ય –
कुङ्कम कजलं कामः, कुसुमं कङ्कणं तथा । गते भर्तरि नारीणां, ककाराः पञ्च दुर्लभाः ॥ १४ ॥ કંકુ, કાજળ, કામ, કુસુમ અને કંકણ આ પાંચ કકાર સ્ત્રીઓને પતિના મરણ પછી દુર્લભ છે–તજવા યોગ્ય છે. (અર્થાત વિધવા સ્ત્રીને કંકુનું તિલક, નેત્રમાં કાજળ, મૈથુન, પુષ્પની માળા અને હાથમાં કંકણ (ચુડી): આ પાંચ વસ્તુઓ તજવાની છે.) ૧૪. સાસરે જતી સ્ત્રીને શીખામણ – निर्व्याजा दयिते ननादृषु नता श्वश्रूषु भक्ता भवेः, स्निग्धा बन्धुषु वत्सला परिजने स्मेरा सपत्नीष्वपि । पत्युमित्रजने विनर्मवचना रुष्टा च तद्वेपिषु, स्त्रीणां संवननं तदद्भुतमिदं वीतौषधं भर्तृषु ॥१५ ।
ધર્મકુમપૃ૦, આ૦ ૭, ( સ ) હે પુત્રી ! તું પતિને વિષે કપટ રહિત થજે, નણંદની પાસે નમ્ર થજે, સાસુઓને વિષે ભક્તિવાળી થજે, સગાસંબંધીને વિષે નેહવાળી થજે, પરિવારને વહાલી થજે, શોકોને વિષે પ્રસન્ન રહેજે, પતિના મિત્રોની પાસે હાંસીના વચન બેલજે, અને પતિના શત્રુઓ ઉપર ક્રોધવાળી થજે આ સર્વ પતિને વિષે સ્ત્રીઓનું ઔષધ વિનાનું અદ્ભુત વશીકરણ છે. ૧૫.