________________
શત્રુ
( ૯૩૩ ).
લાએ જળવડે આજીવિકા કરે છે અને સજજને સંતોષવડે આજીવિકા કરે છે, છતાં તે ત્રણેના અનુક્રમે પારાધિ, મચ્છીમાર અને ખળ પુરુષો આ જગતમાં કારણ વિનાના શત્રુઓ છે. ( મૃગને શત્રુ પારાધિ, મલ્યને શત્રુ માછીમાર અને સજનને શત્રુ બળ પુરુષ હોય છે. ) ૩. જન્મથી શત્રુ કે મિત્ર નથી થતા –
नास्ति जात्या रिपुर्नाम, मित्रं चापि न विद्यते । सामर्थ्ययोगाजायन्ते, मित्राणि रिपत्रस्तथा ॥४॥
આ જગતમાં જન્મથી કોઈ કોઈને શત્રુ નથી, તેમ જ મિત્ર પણ નથી. પરંતુ સામર્થ્ય ( સામગ્રી ) ના રોગથી મિત્ર તથા શત્રુ થાય છે. અર્થાત ઉપકારની સામગ્રી મળવાથી મિત્ર અને અપકારની સામગ્રી મળવાથી શત્રુ થાય છે. ૪ શથી ફાયદો –जीवन्तु मे शत्रुगणाः सदैव,
येषां प्रसादेन विचक्षणोऽहम् । यदा यदा मां भजति प्रमाद
હા તલા માં પ્રતિજોધયનિત / ૧ / મારા શત્રુના સમૂહ નિરંતર જીવતા રહે, કેમકે તેમની કૃપાથી જ હું વિચક્ષણ થયો છું. વળી જ્યારે જ્યારે મને પ્રમાદ ઉપજે છે-હું પ્રમાદમાં પડું છું, ત્યારે ત્યારે તે શત્રુઓ ( મારો નિંદાદિક કરવા દ્વારા ) મને પ્રતિબંધ કરે છે–જાગૃત કરે છે. ૫.