________________
મહાપુરુષ (૨૮)
મહાપુરુષનું લક્ષણઃ—
मोक्षाका क्षैकतानेन चेतसा ऽभिलषन्ति ये । शुद्धां धर्मकथामेकां, साच्चिकास्ते नरोत्तमाः ॥ १ ॥
પાર્શ્વનાથચરિત્ર (ચ), સર્વ ૨, ì. ૨૦૬,
જે સાત્ત્વિક લોકો મોક્ષની ઈચ્છામાં તલ્લીન એવા મનથી શુદ્ધ એવી ધર્મકથાને જ ચાહે છે તેઓ ઉત્તમ છે. ૧.
देवपूजा दया दानं, दाक्षिण्यं दमदक्षते ।
यस्यैते षड् दकाराः स्युः, स देवांशी नरः स्मृतः ॥ २ ॥ ફેશ દળો, પૃ. ૨૩૨ (વ. વિ. શ્રં.)
દેવપૂજા, દયા, દાન, દાક્ષિણ્યતા, દમ અને દક્ષતા ( ચતુરાઇ ) : આ છ દકારવાળા પદાર્થોં જેને હાય તે પુરુષ દેવાંશ—દેવ સમાન કહ્યો છે. ૨.
ये लोकद्वयसापेक्षाः, किश्चित्सत्त्वयुता नराः । कथामिच्छन्ति सङ्कीर्णो, ज्ञेयास्ते वरमध्यमाः ॥ ३॥
પાર્શ્વનાથન (પ), સર્નર, શ્લો ૦૬.
જે બન્ને લોકની અપેક્ષા રાખનારા, કંઈક સત્ત્વવાળા છે. સંકુચિત કથાને ચાહે છે તે મધ્યમ કોટિના પુરૂષોમાં શ્રેષ્ઠ છે. ૩.